Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 188 of 237
PDF/HTML Page 201 of 250

 

background image
૧૮૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
સ્વભાવ પરમ વીતરાગી શુદ્ધ આનંદરુપ અને પરિણતિ કષાયરુપ –
અશાંતિરુપ – અજ્ઞાનરુપ, એમ દ્રવ્ય – પર્યાયનો મેળ બેસતો ન
હતો, દ્રવ્ય – પર્યાયની એકતા થતી ન હતી, દ્રવ્ય – પર્યાયની
જુદાઈ રહેતી હતી; પરંતુ હે નાથ
! .....હવે.....
હે ચૈતન્યપ્રભુ! સ્વસન્મુખ થઈને હું પોતે જ પોતાની
ચૈતન્યપરિણતિરુપે, શાંતિરુપે, જ્ઞાનરુપે, સુખરુપે પરિણમ્યો, જેવો
સ્વભાવ છે એવી જ પરિણતિરુપે પરિણમન થયું; ત્યાં સ્વભાવ અને
તેની પરિણતિ, દ્રવ્ય અને પર્યાય, એ બંનેની એકરુપતા થઈ, એટલે
હવે ‘હું’ અને ‘તું’ કાંઈ જુદા નથી; જેવો સ્વભાવ એવી પરિણતિ
– એમ બંનેનું એકત્વ વેદાય છે. ચૈતન્યની અનુભૂતિ દ્રવ્ય – ગુણ
– પર્યાય એ ત્રણેની શુદ્ધ – એકતારુપ છે; દ્રવ્ય અને પર્યાયનું
ભિન્નપણું અનુભૂતિમાં કદી હોતું નથી. અંતરના પરમ શુદ્ધ
પરમાર્થમાં શુદ્ધ દ્રવ્ય – પર્યાયનું ભિન્નપણું જરાપણ વેદાતું નથી;
એક શુદ્ધઆત્મા જ વેદાય છે, એ જ પરમાર્થ છે, એ જ
અનુભૂતિગમ્ય આત્મા છે. આવા આત્માની પ્રતીત એ જ
સમ્યગ્દર્શન છે. પરંતુ દ્રવ્ય અને પર્યાયને ભિન્ન પાડીને પ્રતીત
કરવી – તેમાં નથી તો સમ્યગ્દર્શન, કે નથી તેમાં સ્વાનુભૂતિનો
આનંદ, અને નથી તેમાં પરમાર્થરુપ આત્મતત્ત્વ.
– આવું પરમાર્થ શુદ્ધ, દ્રવ્ય – ગુણ – પર્યાયના અભેદ –
એકત્વરુપ સ્વાનુભૂતિમાં પ્રગટેલું તત્ત્વ, અહો! તે પરમ આનંદરુપ
છે. આવી પ્રભુતા જ્યાં મારામાં પ્રગટી ત્યાં હવે પામરતા કે
દીનતાનું નામનિશાન રહેતું નથી. હવે તો હું મોક્ષનો સાધક, હું
પોતે જ ચૈતન્ય પરમેશ્વર – એમ પરમ પ્રતીત, પરમ આત્મસંતોષ
અને દીનતારહિતપણું આત્મામાં વેદાય છે. ।।૪૦।।