Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 41.

< Previous Page   Next Page >


Page 189 of 237
PDF/HTML Page 202 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૮૯
(૪૧)
વૈરાગ્ય જ્ઞાન ને શાંતિ આનંદ ભાવના,
મુક્તિ સુખ ને શ્રદ્ધા પણ બળવાન જો;
નિઃશંક નિર્ભય તૃપ્તિ ને અતિ ધીરતા,
સર્વે ભાવો આવી મુજમાં સમાય જો.....
અહો સ્વાનુભૂતિ! એને સમ્યગ્દર્શન કહેવાય; પરંતુ એ
સમ્યગ્દર્શનની ગંભીરતામાં, એ સમ્યગ્દર્શનની અભેદ અનુભૂતિમાં
વૈરાગ્ય પણ ભેગો સમાય છે. એ સમ્યક્ત્વ પરભાવોથી પરમ
વિરક્ત સ્વયં – પોતે જ વૈરાગ્યસ્વરુપ છે. જ્ઞાન – શાંતિ અને
આનંદ એ પણ ચૈતન્યમાં જ સમાય છે; મુક્તિ, સુખ કે શ્રદ્ધા એ
પણ આ સ્વાનુભૂતિની અંદર સમાયેલા છે. અહો, જે સ્વાનુભૂતિની
અંદર એકસાથે વૈરાગ્ય-જ્ઞાન-શાંતિ-આનંદ-ભાવના-મુક્તિ-સુખ-
શ્રદ્ધા એ બધાય બળવાનપણે સમાઈ જાય છે, અને એવા બીજા
અનંત ચૈતન્યભાવો અંતરમાં અભેદપણે વેદાય છે, – તે
સ્વાનુભૂતિની શી વાત
!! એની અંદર નિઃશંકતા છે; મારો સ્વભાવ
આવો જ આનંદમય છે, આવો જ ચૈતન્યમય છે, રાગનો કોઈ અંશ
એની સાથે એકત્વરુપ થઈ શકતો નથી – આમ પરમ નિઃશંકપણે
આત્મતત્ત્વ સદાય અંતરમાં વેદાયા કરે છે; એ તત્ત્વમાં કદી શંકા
પડતી નથી, કે ચૈતન્યનું ચૈતન્યપણું મટી જશે એવો કોઈ ભય –
શંકા રહેતી નથી; ત્યાં નિર્ભયતા થઈ જાય છે, પરમ તૃપ્તિ થઈ જાય
છે, ચૈતન્યનું પરમ વાત્સલ્ય, પરમ અભેદભાવ જાગી જાય છે,
અત્યંત ધીરપણું પ્રગટી જાય છે. અહા, એ ધૈર્યની શી વાત
? એવું
ચૈતન્યનું ધીરપણું થાય છે કે આખું જગત પ્રતિકૂળપણે ખળભળી
ઊઠે તોપણ, ચૈતન્ય પોતાના ચૈતન્યની અનુભૂતિના ભાવને છોડતો
નથી, અનુભૂતિના ભાવથી તે ડગતો નથી, અનુભૂતિની જે મજા,