પ્રસન્નતા, અનુભૂતિની જે શાંતિ, તેને આ જીવ છોડતો નથી,
તેનાથી ડગતો નથી, તેમાં ઢીલપ કરતો નથી; આમ ચૈતન્યના સર્વે
ભાવો એક ચૈતન્યની અનુભૂતિમાં, આત્માની અનુભૂતિમાં આવીને
મારામાં સમાઈ ગયા છે. અહો, અહો
થઈને અત્યારે પણ મારા માથા ઉપર જાણે હાથ ફેરવી રહ્યા છે,
અને મને મોક્ષના આશીર્વાદ આપી રહ્યા છે.....અહો સંતો
હો – એવો પ્રસન્નતાનો ભાવ મને અસંખ્યપ્રદેશમાં વેદાય છે. જેમ
મહાવીરપ્રભુનો જીવ સિંહના ભવમાં મુનિવરોના પ્રસાદથી જ્યારે
સમ્યગ્દર્શન પામે છે ત્યારે મુનિવરો પરમ વત્સલતાથી તે સિંહના
મસ્તક ઉપર હાથ ફેરવે છે; અહા
જાણે મારા આત્મા ઉપર ફેરવી રહ્યા હો.....એમ મારા આત્માના
અસંખ્યપ્રદેશમાં આનંદની – હર્ષની ઝણઝણાટી થાય છે.