પરમ ભક્તિપૂર્વક આપના ચરણોમાં શિષ નમાવું છું...આપના
હાથને મારા મસ્તક ઉપર મુકાવીને હું આપના આશીર્વાદ ઝીલી
રહ્યો છું. અહો આપનું આત્મધ્યાન...તે ચૈતન્યની અત્યંત મહત્તા ને
મહાન અદ્ભુતતા બતાવે છે, અને મને પણ એવા ચૈતન્યના
ધ્યાનમાં લઈ જાય છે. પ્રભો
હું સ્વાનુભૂતિ પામ્યો છું. પ્રભો, હવે સ્વાનુભૂતિરુપ થયા પછી
ફરીને એકવાર મારે આપના મહાન દર્શન કરવા, ને આપના
ચરણોમાં મારું શિર ઝુકાવીને, આપની પરમ મુદ્રાનો મારા પર જે
ઉપકાર થયો છે તે ઉપકારને પ્રસિદ્ધ કરવા, આરાધકભાવસહિત
આપની યાત્રા કરવા આવવું છે; હું હવે આપનો સાધર્મી નાનોભાઈ
થઈને આપની પાસે આવવા ચાહું છું. અહો પ્રભો
અત્યારે ભગવાન બાહુબલીદેવની
યાત્રા અર્થે શ્રવણબેલગોલા ગયા
છે.....ત્યાં ભગવાન બાહુબલીપ્રભુના
ચરણોમાં અત્યારે હજારો ભક્તજનો
બેઠા હશે; બાહુબલીપ્રભુનું પરમ
અડગ આત્મધ્યાન, એમની પરમ શાંત
ચૈતન્યમુદ્રા, એમની આત્મસાધનાની
પરમ શૂરવીરતા – એ દેખીદેખીને
ભક્તોએ ચૈતન્યની મહાન ભાવના
ભાવી હશે. પ્રભો બાહુબલી...મારા