Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 8 of 237
PDF/HTML Page 21 of 250

 

background image
૮ : એક સિંહની આત્મકથા )
( સમ્યગ્દર્શન
ત્યારે શ્રી મુનિરાજે વાત્સલ્યથી મને સંબોધન કર્યું : –
સાંભળ, હે ભવ્ય! અમે ભગવાન પાસેથી આવ્યા છીએ ને તને
આત્મજ્ઞાન પમાડીને તારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ.
‘અહા, કેવી આનંદની વાત! આવા મોટા મહાત્મા
આકાશમાર્ગે મારો ઉદ્ધાર કરવા પધાર્યા.....ને તે પણ પરમેશ્વર
પાસેથી
! ધન્ય ભાગ્ય!’ તેઓ મને શું કહે છે તે સાંભળવા હું
તલપાપડ બન્યો.
ત્યાં તો તેઓશ્રીના શ્રીમુખથી અમૃત વરસ્યું : સાંભળ! હવે
પછીના દશમા ભવે તું મહાવીર – તીર્થંકર થઈશ ને વીતરાગી –
અહિંસા ધર્મનો ઉપદેશ આપીને લાખો – કરોડો જીવોનું કલ્યાણ
કરીશ.
અરે, આ હું શું સાંભળું છું! હું તીર્થંકર થઈશ! અરે, મને
હવે આવા માંસાહારના પરિણામ શોભે નહિ; અરેરે, અત્યાર સુધી
મેં શું કર્યું
! એમ હું પશ્ચાત્તાપ કરતો હતો. મને પૂર્વભવોનું
જાતિસ્મરણ પણ થયું.
ત્યાં શ્રી મુનિરાજે મને આશ્વાસનપૂર્વક કહ્યું : – હે વત્સ!
ચિન્તા છોડ.....ભય છોડ. પૂર્વે તું ત્રણખંડનો સ્વામી વાસુદેવ થયો
ને સાતમી નરકે પણ ગયો; પાછો સિંહ થયો, જીવોને મારી
માંસભક્ષણ કર્યું.....પણ હવે એવા માંસભક્ષણાદિ પાપભાવોને તું
સર્વથા છોડ. હવે ભગવાન થવાની તૈયારી કર. તારો આત્મા રાગ
વગરનો, જ્ઞાનસ્વરુપ છે ને તેમાં જ શાંતિ છે, તેને તું જાણ. અમે
તને આત્મબોધ પમાડવા આવ્યા છીએ; માટે તું અત્યારે જ તારા
આત્માને જાણ ને અનુભવ કર.
બસ, એ સાંભળ્યું ને હું તો અંદર આત્મવિચારમાં ઊંડો ઊંડો
ઊતરી ગયો.....કેવો હશે આત્મા! રાગ વગરનો, હિંસા વગરનો,