સમ્યગ્દર્શન )
( એક સિંહની આત્મકથા : ૯
શાંત – શાંત આત્મા કેવો મજાનો હશે? – એમ અંદર તેને જોવા
લાગ્યો. શ્રી મુનિરાજનો સંગ મને મહાન ઉલ્લાસ જગાડતો હતો,
ને તેમનું શાંતસ્વરુપ મને મારા આત્મસ્વરુપની પ્રતીતિ ઉપજાવતું
હતું.
મુનિવરોનો ક્ષણભરનો સમાગમ પણ મારા પરિણામોમાં
કોઈ મહાન આશ્ચર્યકારી પરિવર્તન કરી રહ્યો હતો. તે મુનિરાજ
મને આત્મજ્ઞાન પમાડવા બહુ પ્રેમથી કહેતા હતા કે હે ભવ્ય!
અંદરમાં દેખ.....આત્મા કેવો સુંદર છે! પોતામાં એકત્વ ને પરથી
વિભક્તપણે તે કેવો શોભી રહ્યો છે? ને એનામાં ચૈતન્યસુખનો કેવો
વૈભવ ભર્યો છે!!
મેં અંદર ઉપયોગ મૂકીને જોયું : અહા,
અદ્ભુત.....આશ્ચર્યકારી! જેને દેખતાં મારા આનંદનો કોઈ પાર
નથી. બસ, મારા આત્માને દેખતાં જ મારું અજ્ઞાન મટી
ગયું.....આત્મા શાંતરસના સ્વાદથી એકદમ તૃપ્ત થયો; ક્રૂર
કષાયપરિણામો આત્મામાંથી દૂર થઈ ગયા.....ને કષાય વગરનું
શાંત પરમાત્મતત્ત્વ જાણીને હું પરમાત્મપદનો પથિક બન્યો.....બસ,
પછી તો થોડા જ ભવમાં આત્મસાધના પૂરી કરી, મહાવીર –
તીર્થંકર થઈને અત્યારે હું મોક્ષપુરીમાં વસી રહ્યો છું.
આ રીતે ક્ષણભરના મુનિવરોના સંગથી મને જે મહાન
આત્મલાભ થયો તેની આ સુંદર મજાની કથા સાંભળીને હે મિત્રો!
તમે પણ સત્સંગની અને આત્મજ્ઞાનની પ્રેરણા લેજો.
મહાવીર ભગવાનના જીવે દશ ભવોમાં કરેલી આરાધનાનું
અતિ સુંદર – સચિત્ર વર્ણન વાંચવા માટે
‘ચોવીસ તીર્થંકર ભગવંતોનું મહાપુરાણ’ વાંચો.