Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 11 of 237
PDF/HTML Page 24 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( એક ગજરાજની આત્મકથા : ૧૧
એક ગજરાજની આત્મકથા
આ હાથીના ભવમાં હું આત્મજ્ઞાન પામ્યો. આના પહેલાનાં
ભવમાં હું અરવિંદરાજાનો મંત્રી હતો. સામા ચિત્રમાં જે મુનિરાજ
દેખાય છે તે જ પોતે અરવિંદ રાજા હતા. મારું નામ હતું મરુભૂતિ.
મારા મોટાભાઈ કમઠે મને મારી નાંખ્યો. હું મરીને હાથી થયો, ને
કમઠ મરીને સર્પ થયો. અરવિંદ રાજા દીક્ષા લઈને મુનિ થયા.
હાથીના આ ભવમાં મને ક્યાંય ચેન પડતું ન હતું. હું બહુ
ક્રોધી ને વિષયાસક્ત હતો; સમ્મેદશિખર પાસેના એક વનમાં રહેતો
હતો. ભવિષ્યમાં જ્યાંથી હું મોક્ષ પામવાનો હતો એવા મહાન
સિદ્ધિધામ પાસે રહેતો હોવા છતાં હજી હું સિદ્ધિના પંથને જાણતો
ન હતો. હું મને તે વનનો રાજા માનતો હતો, તેથી ત્યાંથી પસાર
થતા યાત્રિકોને હું ત્રાસ આપતો.
એક વખત સમ્મેદશિખરજીની યાત્રા કરવા જતા યાત્રાસંઘે તે
વનમાં પડાવ નાંખ્યો; સાથે અરવિંદ – મુનિરાજ પણ હતા. સંઘનો
કોલાહલ સાંભળી હું ગાંડો થયો ને પશુ કે માણસ જે કોઈ
હડફેટમાં આવે તેનો કચ્ચરઘાણ કરવા લાગ્યો. ક્રોધપૂર્વક દોડતો
દોડતો હું ઝાડ નીચે બેઠેલા મુનિરાજની સામે આવ્યો.
મુનિરાજે તો શાંત મીઠી નજરે મારા તરફ જોયું.....ને હાથ
ઊંચો કરીને આદેશ આપ્યો કે ‘રુક જા.’
(હાથી કહે છે :) મુનિરાજને દેખતાં કોણ જાણે શું થયું કે હું
સ્તબ્ધ બની ગયો. ક્રોધને ભૂલીને હું શાંત થઈ ગયો.....મુનિરાજ
સામે ટગર ટગર જોઈ રહ્યો.....મને બહુ જ ગમ્યું. ત્યાં તો મારી
સ્મૃતિ જાગી ઊઠી; પૂર્વભવનું મને ભાન થયું કે અરે, આ તો મારા
અરવિંદરાજા
! હું તેમનો મંત્રી હતો.....