Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 12 of 237
PDF/HTML Page 25 of 250

 

background image
૧૨ : એક ગજરાજની આત્મકથા )
( સમ્યગ્દર્શન
મુનિરાજ કરુણાદ્રષ્ટિથી મને સંબોધન કરવા લાગ્યા : હે
ભવ્ય! તું શાંત થા. તું મારો મંત્રી મરુભૂતિ હતો, તે મરીને હાથી
થયો છો. હવે આઠમા ભવે તો તું ભરતક્ષેત્રમાં તીર્થંકર થવાનો છો.
આ ક્રોધ તને શોભતો નથી; તારો મહાન આત્મા ક્રોધથી ભિન્ન,
અત્યંત શાંત ચૈતન્યસ્વરુપ છે, તેને તું ઓળખ.
અહા, મુનિરાજના સંબોધનથી મારો આત્મા ચોંકી ઊઠયો.
એકદમ શાન્ત થઈને હું મુનિરાજની સામે બેસી ગયો.....ને તેની
સામે ટગટગ જોતાં તેમની વાણી સાંભળવા આતુર બન્યો.
મુનિરાજે જોયું કે મારા પરિણામ વિશુદ્ધ થવા માંડયા
છે.....ને મને આત્મજ્ઞાનની ભાવના જાગી છે, એટલે તેઓ મને
ઉપદેશ દેવા લાગ્યા : હે ભવ્ય
! તું બુઝ! બુઝ! આ પશુપર્યાય એ
તારું સ્વરુપ નથી, તું તો ચૈતન્યમય આત્મા છો. દેહને અને રાગને
આત્મા સાથે એકમેક માનીને તેં ભવચક્રમાં ઘણા ભવ કર્યા ને બહુ
દુઃખી થયો. હવે રાગ અને જ્ઞાનને એકમેક માનવાના અવિવેકને તું
છોડ. તારો આત્મા દેહરુપ કે રાગરુપ થઈ ગયો નથી, ચેતનરુપ જ
રહ્યો છે. – આ જાણીને તું પ્રસન્ન થા, સાવધાન થા, અને સદાય
ઉપયોગસ્વરુપ સ્વતત્ત્વ જ મારું છે એમ અનુભવ કર.
અહા, મુનિરાજનાં વચનો સાંભળી મને મહાન તૃપ્તિ
થઈ.....જો કે મને મહાન હર્ષ જાગતો હતો, પરંતુ ત્યારે મારો
ઉપયોગ તો હર્ષથીયે પાર થઈને ચૈતન્યતત્ત્વના પરમઆનંદનો સ્વાદ
લેવા તરફ ઢળી રહ્યો હતો. પ્રશાંત પરિણામ વડે મારી ચેતના
અંદરમાં ઊંડી ઊતરતાં મેં મારા પરમાત્મસ્વરુપને સાક્ષાત
દેખ્યું.....અહા, પરમ આનંદની અનુભૂતિસહિત આત્માનું સમ્યક્
દર્શન થયું.
– ‘ત્યારે હું અમૃતના દરિયામાં ડોલી રહ્યો હતો; સર્વે