Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 13 of 237
PDF/HTML Page 26 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( એક ગજરાજની આત્મકથા : ૧૩
પરભાવોથી રહિત સાચું આત્મસુખ મારા આત્મામાં અનુભવાતું
હતું. ક્ષણમાત્રના આવા અનુભવથી મારો અનંતભવનો થાક ઊતરી
ગયો ને હું મોક્ષમાર્ગનો પથિક બન્યો.’ – સમ્યગ્દર્શન પામેલો હાથી
કહે છે : આત્મઉપયોગ સહજપણે ઝડપથી પોતાના સ્વરુપ તરફ
વળતાં સહજ નિર્વિકલ્પસ્વરુપ અનુભવાયું. ચૈતન્યપ્રભુ પોતાના
એકત્વમાં આવીને નિજાનંદમાં ડોલવા લાગ્યા. વાહ, મારું સ્વરુપ
કોઈ અદ્ભુત – અચિંત્ય – આશ્ચર્યકારી છે.’
– આમ સમ્યગ્દર્શન થતાં મારા આનંદનો કોઈ પાર ન
રહ્યો. અહા, મુનિભગવંતના એક ક્ષણના સત્સંગે તો મને મારું
પરમાત્મપણું મળ્યું. હું પશુ નહિ, હું તો પરમાત્મા
! વાહ, પશુમાંથી
પરમાત્મા બનાવનાર જૈનધર્મ ખરેખર અદ્ભુત છે, અદ્ભુત
આત્મસ્વરુપને તે પ્રગટ કરે છે. અહા, જેમના ઉપદેશથી મારા
ભવદુઃખનો અંત આવ્યો ને મોક્ષની સાધના શરુ થઈ, જેમણે મને
મારા પરમાત્મનિધાન બતાવ્યા, તે મુનિરાજના ઉપકારીની શી વાત
!
તે વ્યક્ત કરવા મારી પાસે ભાષા ન હતી તોપણ મનદ્વારા મેં તેમની
સ્તુતિ કરી, સૂંઢવડે નમસ્કાર કરીને મેં તેમનો ઉપકાર માન્યો....
મારી આંખમાંથી હરખના આંસુ ઝરતા હતા.
મારી આવી દશા દેખીને યાત્રાસંઘના માણસો પણ આશ્ચર્ય
પામ્યા : આ શું ચમત્કાર!! – ક્યાં ક્ષણ પહેલાનો હિંસક એ ગાંડો
હાથી! ને ક્યાં આ શાંતરસમાં તરબોળ થઈને મોક્ષમાર્ગમાં ઝૂલતો
હાથી! વાહ, આ ચૈતન્યનો ચમત્કાર છે. ચૈતન્યસાધનાના પ્રતાપે
એક પશુ પણ પરમાત્મા બની જાય છે.
(ઇતિશ્રી, ગજરાજની આનંદકારી આત્મકથા)