Samyak Darshan Part 7 8 (Gujarati). Badha Aatmama Prabhuta Bhari Chhe.

< Previous Page   Next Page >


Page 16 of 237
PDF/HTML Page 29 of 250

 

background image
૧૬ : જેલમાં પ્રવચન )
( સમ્યગ્દર્શન
બધા આત્મામાં પ્રભુતા ભરી છે
રાજકોટની જેલમાં ૨૦૦ જેટલા કેદીઓ સમક્ષ ઉપદેશ
(સંસારની જેલમાંથી કેમ છૂટાય?)
વીર સં. ૨૪૯૦ ના ફાગણ સુદ ૧૨ ના રોજ રાજકોટ
શહેરમાં સેન્ટ્રલ જેલના સુપ્રીન્ટેન્ડન્ટ તરફથી વિનંતિ થતાં પૂ.
ગુરુદેવ શ્રી કાનજીસ્વામી ત્યાંના કેદીઓને સદુપદેશનાં
બોધવચનો સંભળાવવા પધાર્યા હતા. ત્યાંના કરુણ અને
વૈરાગ્યપ્રેરક વાતાવરણમાં ગુરુદેવે લાગણીભીના હૃદયે જે
બોધવચન કહ્યા તે અહીં આપવામાં આવ્યા છે. જેલના
કેદીભાઈઓને ગુરુદેવના આ બોધવચનો સાંભળીને
સન્માર્ગમાં જીવન ગાળવાની ભાવના જાગી હતી.
‘ભાઈઓ’ એવા પ્રેમભર્યા સંબોધનપૂર્વક ગુરુદેવે કહ્યું :
જુઓ ભાઈ, આ દેહમાં રહેલો આત્મા સચ્ચિદાનંદસ્વરુપ કાયમી
વસ્તુ છે, તે અવિનાશી છે; ને પાપ, હિંસા વગેરે જે દોષ છે, તે
ક્ષણિક છે, તે કાંઈ કાયમી વસ્તુ નથી, એટલે તેને ટાળી શકાય છે.
ક્રોધ – માન વગેરે દોષ તો આત્મા અજ્ઞાનથી અનાદિનો કરતો જ
આવે છે ને તેથી તે આ સંસારરુપી જેલમાં પૂરાયેલો છે, તેમાંથી
કેમ છૂટાય
? તે વિચારવું જોઈએ. દોષ તો પહેલાં દરેક આત્મામાં
હોય છે, પણ તેનું ભાન કરીને એટલે કે ‘આ મારો અપરાધ છે,
પણ તે અપરાધ મારા આત્માનું કાયમી સ્વરુપ નથી,’ એમ
ઓળખાણ કરીને તે અપરાધને ટાળી શકાય છે ને નિર્દોષતા
પ્રગટાવી શકાય છે.