તે ઊનું થયું તે જ અગ્નિ ઉપર જો તે પડે તો તે પાણી અગ્નિને
બૂઝાવી નાંખે છે, તેમ આ આત્મા શાંત – શીતળસ્વભાવી છે, ને
ક્રોધાદિ તો અગ્નિ જેવા છે; જો કે પોતાની ભૂલથી જ આત્મા
ક્રોધાદિ કરે છે, પણ તે કાંઈ તેનો અસલી સ્વભાવ નથી, અસલી
સ્વભાવ તો જ્ઞાન છે, તેનું ભાન કરે તો ક્રોધાદિ ટળી જાય છે ને
શાંતરસ પ્રગટે છે. આત્મામાં ચૈતન્યપ્રકાશ છે, તે દોષ અને પાપના
અંધકારનો નાશ કરી નાંખે છે.
જેલના બંધનમાં આત્મા બંધાયેલો છે; તેમાંથી છૂટવા માટે
આત્માની ઓળખાણ અને સત્સમાગમ કરવા જોઈએ. આવો મોંઘો
મનુષ્ય – અવતાર મળ્યો, તે કાંઈ ફરી ફરીને નથી મળતો; માટે
તેમાં એવું સારું કામ કરવું જોઈએ કે જેથી આત્મા આ ભવબંધનની
જેલમાંથી છૂટે. શ્રીમદ્ રાજચંદ્રજી નાની ઉંમરમાં કહે છે કે –
તોયે અરે, ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો
નહિતર તો આ રત્ન, ચૌટામાં પડેલા રત્નની જેમ ચોરાઈ જશે.
બધાય આત્મામાં (અહીં બેઠા છે તે કેદી – ભાઈઓના દરેક
આત્મામાં પણ) એવી તાકાત છે કે પ્રભુતા પ્રગટાવી શકે ને દોષનો