૧૮ : જેલમાં પ્રવચન )
( સમ્યગ્દર્શન
નાશ કરી નાંખે. આત્માના ભાન વડે સજ્જનતા પ્રગટાવીને દોષનો
નાશ થઈ શકે છે. કોઈ વ્યક્તિ ઉપર દ્વેષ ન હોય. બધા આત્મામાં
પ્રભુતા ભરી છે, તેનું પોતે ભાન કરીને તે પ્રગટાવી શકે છે.
ક્ષણિક આવેશથી તીવ્ર રાગ – દ્વેષમાં કે ક્રોધમાં તણાઈ જતાં
જીવ હિંસાદિ પાપ કરી બેસે છે. એવા પાપભાવો હોય ત્યાં
આત્માનું ભાન ન થાય. વિચાર કરવો જોઈએ કે અરે! જીવનમાં
કેવું કાર્ય કરવા જેવું છે! સત્સમાગમે આત્માનું ભાન નાના બાળક
પણ કરી શકે છે. અરે, સિંહ વગેરે પશુ પણ એવું ભાન કરી શકે
છે, પાપીમાં પાપી જીવ પણ ક્ષણમાં પોતાના વિચાર પલટીને આવું
ભાન કરી શકે છે; ‘સો ઉંદર મારીને બિલ્લી પાટે બેઠી’ – એમ
ઘણાં પાપ કર્યા ને હવે જીવન કેમ સુધારી શકે? – એવું નથી;
પાપનું પ્રાયશ્ચિત્ત કરીને, ક્ષણમાં પાપને ટાળી શકાય છે ને જીવનને
સુધારી શકાય છે. આ મનુષ્યભવ પામીને એ કરવા જેવું છે.
(ઇતિ જેલ – પ્રવચન)
સાધકનું સૌન્દર્ય
સાધકના આત્મસૌન્દર્યને દેખો, તમે મુગ્ધ બની જશો.
આત્મસાધનામાં ભરેલું સૌન્દર્ય કોઈ અચિંત્ય છે.
એકત્વ – નિશ્ચયરુપ થયેલો તે આત્મા સર્વત્ર સુંદર છે.
પ્રતિદ્રોહનો આવેશ નિર્બળને આવે છે, શાંતધૈર્યવાનને
નહીં. ધૈર્યવાન મુમુક્ષુ ગમે તેવા પ્રતિદ્રોહ વચ્ચે પણ
આત્મસાધનામાં અચલ રહે છે.