Samyak Darshan Part 7 8 (Gujarati). Swanubhuti Bhavna.

< Previous Page   Next Page >


Page 19 of 237
PDF/HTML Page 32 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવની ભાવના : ૧૯
સ્વાનુભવની ભાવના
હે આત્મજિજ્ઞાસુ!
(૧) આત્મઅનુભવ માટેના પ્રયોગો જાણવાની તમારી
ઉત્કંઠા.....તે એક એવો ભાવ છે કે જેમાં આગળ વધતાં અદ્ભુત
ચૈતન્યતત્ત્વની અનુભૂતિ ચોક્કસ થાય છે. તેમાં જરુરીયાત એટલી
કે, આત્માને જાણવાની જે ભાવના જાગી તેમાં પૂરી તાકાત લગાડીને
આગળ ને આગળ વધ્યે જવું. બધી પરિસ્થિતિમાં એને જ મુખ્ય
રાખવું, એટલે એ જ પોતાનું જીવન છે – એમ સમજવું.
(૨) હવે જે આત્મવસ્તુને જોવી છે – અનુભવમાં લેવી છે
તે વસ્તુ એવી અદ્ભુત – સુંદર છે કે, ચિત્ત તેની નજીક આવતાં
જ આખું જગત જાણે મનમાંથી દૂર હટી જાય છે ને સંસારના
બઘાય ભાવોનો થાક ઊતરવા માંડે છે.....એટલે કે ચિત્ત શાંત
થઈને પોતાના આત્માના ચિંતનમાં એકાગ્ર થવા તત્પર થાય છે.
અહીંથી ધ્યાન માટેના (એટલે કે સમ્યગ્દર્શનરુપ આત્મઅનુભવ
માટેના) પ્રયોગની શરુઆત થવા માંડે છે.
(૩) આ પ્રયોગનો પ્રારંભ થતાં જ, મુમુક્ષુ જીવને એક મહાન
ફાયદો એ થયો કે, તેનું ચિત્ત બીજે બધેયથી હટીને, અત્યંત
રસપૂર્વક પોતાના ચૈતન્યભંડારમાંથી જ શાંતિનું વેદન લેવા
પ્રયત્નશીલ થયું.....શ્રદ્ધા અને જ્ઞાનની બધી તાકાતને તેમાં જ
રોકી.....અનંત તાકાતવાળો આત્મા પોતે જાગીને પોતાને સાધવા
તૈયાર થયો.....ધ્યાતા બનીને પોતે પોતાને જ ધ્યેયરુપ કરવા
માંડયો. આ પ્રયોગની જેટલી ઉગ્રતા, એટલો વિકલ્પોનો અભાવ.
(૪) બસ, હવે આ જીવને વારંવાર એમાં જ ઉપયોગ