સમ્યગ્દર્શન )
( ચૈતન્ય નગરી તરફ : ૨૧
(ચિત્ર)
હે પ્રાથમિક જિજ્ઞાસુ સાધર્મી !
કષાયોના વેદનની ભીંસથી તું ભયંકર દુઃખી છો – એમ જો
તને લાગતું હોય, ને એનાથી છૂટીને શાંતિ લેવા માટે તારું હૃદય
પોકારતું હોય તો –
હે ભવ્ય! આવ.....અમારી પાસે આવ.
પંચપરમેષ્ઠી ભગવંતોની આત્મનગરીમાં શાંતિના મહેલમાં
રહેનારા અમે તને ખૂબ પ્રેમથી બોલાવીએ છીએ.....કેમકે ખરેખર
તું અમારો જ્ઞાતિબંધુ – સાધર્મી છો. અમારા પરિવારનો જ છો.
કષાયનગરીમાં તો તું ભૂલથી ફસાઈ પડયો છો; હવે ત્યાંનો વાસ
છોડીને આપણા બાપદાદાની અસલી નગરી એવી આ શાંતનગરીમાં
અમારી સાથે રહેવા ચાલ્યો આવ! કષાય તને કંઈ પણ હેરાન
કરવા આ નગરીમાં આવી નહીં શકે.....છતાં આવે તો અમે બધા
બેઠા છીએ.....આનંદથી તું આવ.....ને અમારી સાથે સદાય સુખથી
રહે; તું અમારો ભાઈ છો, શ્રી પંચપરમેષ્ઠીની આજ્ઞાથી તને
ચૈતન્યનગરીમાં આવવાનું આ આમંત્રણ આપું છું.