૨૪ : ચૈતન્ય નગરી તરફ )
( સમ્યગ્દર્શન
વળી આ તરફ જો? – આ મોટા મોટા મુનિવરો
શુદ્ધોપયોગચક્રના બળથી સંજ્વલન કષાયને પણ જીતીને કેવળજ્ઞાન
પામી રહ્યા છે; તેઓ એમ સમજાવે છે કે આટલો સૂક્ષ્મ કષાયકણ
પણ જીવને દુઃખ દેનારો છે, તેથી તેને આપણી ચૈતન્યનગરીમાંથી
ભગાડી દેવો જોઈએ..... તો પછી મોટા મોટા કષાયોની તો વાત જ
શું કરવી?
વળી હે મુમુક્ષુ! આ તરફ દેખ! આ સમ્યગ્દ્રષ્ટિ – ધર્માત્મા
જીવો – જેઓ હમણાં નવા નવા આ શાંતિનગરીમાં આવ્યા છે –
તેમણે કષાયોની સામે ઘણી મોટી લડાઈ કરીને તેને પછાડી દીધાં
છે.
અમે બધાય તારી સાથે ઊભા છીએ. હવે કષાયનું તારી સામે
કંઈ પણ ચાલી શકે નહીં શકે. તું નિર્ભય થઈને બહાદુરીથી
લડ.....અને..... લે આ ચેતના – તલવાર.....તેના એક જ ઘાથી
કષાયની અનંત સેના મરી જશે અને તને તારા ચૈતન્યના
આનંદવૈભવથી ભરેલું સ્વરાજ્ય પ્રાપ્ત થશે.....અને તું પણ અમારા
બધા જેવો જ થઈ જઈશ.
હે ભવ્ય! હવે તું પોતાનું મહાન ગૌરવ સમજ કે, હું આવી
અદ્ભુત વીતરાગીનગરીમાં રહેવા આવ્યો છું, અને મહાન
દુઃખદાયક એવી કષાયનગરીમાંથી હું ભાગી છૂટયો છું.
બસ, હે બંધુ! હવે તું શાંતિથી આ નગરીમાં રહીને સુખ
ભોગવ્યા કર! જો કોઈક કષાય આવી જાય તો ભય ન કરતો, –
અમે બધા તારી પાસે બેઠા છીએ, – તેને જોઈ લેશું!!