Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 27 of 237
PDF/HTML Page 40 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( ચૈતન્ય નગરી તરફ : ૨૭
સિદ્ધપ્રભુ જેવા સુખનો સ્વાદ ચાખું છું. – આ સ્વાદ ચાખવા માટે
મારું ચિત્ત એવું તલસી રહ્યું છે કે દુનિયાની સામે ક્યાંય દેખવાની
ઇચ્છા થતી નથી. દુનિયાનો કોઈ પણ પ્રસંગ હવે મારી ચેતનાને
મારા સુખથી છોડાવીને મને નથી તો ડરાવી શકતો, કે નથી
લોભાવી શકતો. તેથી હું દુનિયાથી ઉપેક્ષિત થઈને મારા
ચૈતન્યરસના મીઠા સ્વાદમાં જ મશગુલ છું.
( – ઇતિ ચૈતન્યનગરીમાં ચોથું પગલું)
(૫)
આનંદનગરીમાં પાંચમું પગલું
હવે ચાર દિવસથી હું મારી આ આનંદમય ચૈતન્યનગરીમાં
પંચપરમેષ્ઠી પરિવારની સાથે રહીને આનંદ કરું છું. જેમ જેમ હું
આ ચૈતન્યનગરીને દેખતો જાઉં છું તેમ તેમ તેની મહાન અદ્ભુત
વિભૂતિઓ દેખીને મને આશ્ચર્ય થઈ રહ્યું છે. અહા
! આવી સુંદર
વિભૂતિઓ મેં પહેલાં કદી ક્યાંય પણ દેખી ન હતી.....તે મેં મારી
ચૈતન્યપુરીમાં દેખી.
વળી વિશેષ આશ્ચર્ય તો એ થાય છે કે આ બધી વિભૂતિઓ
પહેલાં પણ મારામાં ભરેલી જ હતી; જ્યારે હું કષાયનગરીમાં
ફસાઈ પડયો હતો ત્યારે પણ મારી આ આત્મવિભૂતિ મારામાં જ
ભરી હતી, અને છતાં પણ કષાયો તેને નષ્ટ કરી શક્યા ન હતા.
આથી એમ પણ નક્કી થઈ જાય છે કે કષાયોની તાકાત કરતાં મારી
આત્મવિભૂતિની તાકાત ઘણી મહાન છે.
અહો! ઉપકાર છે પંચપરમેષ્ઠી દેવોનો, કે – તેમના પ્રસાદથી
મને મારી મહાન શક્તિનું ભાન થયું. હવે મારી ચૈતન્યવિભૂતિ સામે