દેખાય છે. મારી આ ચૈતન્યનગરીમાં હવે સર્વત્ર શાંતિ જ ફેલાઈ
રહી છે. મારી આસપાસમાં સર્વજ્ઞ ભગવંતો તથા રત્નત્રયવંત
સાધુજનો જ દેખાઈ રહ્યા છે; કષાય કે મિથ્યાત્વવાળા જીવો મારી
આ નગરીમાં દેખાતા જ નથી. અને હું પણ હવે કષાયો અને
મિથ્યાત્વને દૂર હટાવીને મારા અસલી શાંત રુપને ધારણ કરીને
આનંદથી મારી અપૂર્વ આત્મવિભૂતિને ભોગવું છું.
અમે સંસારથી તો ઉદાસી.....અમે મોક્ષપુરીના વાસી.
શુદ્ધઆત્મા એક જ પ્રકાશમાન છે. આત્માના એકત્વની
અનુભૂતિ અભેદ હોવા છતાં શુદ્ધ દ્રવ્ય – ગુણ – પર્યાયરુપ
બધાય સ્વભાવધર્મો તેમાં સમાયેલા છે; ત્યાં આત્મા પોતાના
અનેકાંત સ્વભાવે પ્રકાશી રહ્યો છે. તેને પરથી ભિન્નતા હોવાથી
તે વિભક્ત છે, અને પોતાના ગુણ – પર્યાયોમાં અભેદપણું
હોવાથી એકત્વ છે. આવા એકત્વ – વિભક્ત શુદ્ધ આત્માની
અનુભૂતિ તે જૈનશાસનની અનુભૂતિ છે.