સમ્યગ્દર્શન )
( ગૃહસ્થને આત્મદર્શન : ૩૧
है....न यति है’ એમ કહ્યું છે; કેમકે ગૃહસ્થપણું તો તેની દ્રષ્ટિમાંથી
છૂટી ગયું છે, તેનાથી તે ઉદાસીન છે, ને મુનિપણું હજી પ્રગટયું
નથી; માટે તે ‘નથી ગૃહસ્થ કે નથી સાધુ.’ અમે તો ચૈતન્યસ્વરુપે
પૂર્ણ પરમાત્મા છીએ – એમ તે ધર્મી નિરંતર દેખે છે, ને ક્યારેક
– ક્યારેક શુદ્ધોપયોગી થઈને તેવો નિર્વિકલ્પ અનુભવ કરી લ્યે છે.
આવા સમ્યક્ત્વધારક ધર્માત્માને કુંદકુંદપ્રભુએ ધન્ય અને કૃતકૃત્ય
કહ્યા છે. મોક્ષને સાધવામાં તે શૂરવીર છે; અલ્પકાળમાં જ મુનિ
થઈને તે મોક્ષને સાધી લેશે.
શ્રાવકે પ્રથમ શું કરવું? કે શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરવું.
પછી તેના જ પ્રતાપથી અલ્પકાળમાં કર્મોનો ક્ષય થઈને સિદ્ધપદ
થશે. ગૃહસ્થપણામાં મુનિદશા કે કેવળજ્ઞાન થતું નથી પણ સમ્યક્
દર્શન તો થાય છે. તીર્થંકર જેવા મહાપુરુષો પણ ગૃહસ્થપણું ત્યાગી
ચારિત્રદશા અંગીકાર કર્યા પછી જ કેવળજ્ઞાન પામે છે.
✽ ધર્માત્માના અંતરમાં પરમાત્મા વસે છે ✽
ધર્મી ગૃહસ્થનું જીવન ‘કથંચિત્ મુનિ જેવું’ છે; આત્મજ્ઞાન
વડે સાદ પાડીને તેણે કેવળજ્ઞાનને બોલાવી લીધું છે, ને કેવળજ્ઞાન
આવી જ રહ્યું છે, અર્થાત્ પ્રતિક્ષણે તે કેવળજ્ઞાનના સાધક છે; તેના
શ્રદ્ધા – જ્ઞાનમાં પરમાત્મા વસ્યા છે.
અહા, મોક્ષમાર્ગી મુનિ કે શ્રાવકના મનમાં ‘ભગવાન’ વસે
છે, રાગાદિ કષાયો એના મનમાં વસતા નથી. દેહની ક્રિયાઓ એના
જ્ઞાનમાં વસતી નથી. હે ભવ્ય! તારે જો મોક્ષમાર્ગી થવું હોય ને
મુનિ જેવું જીવન જીવવું હોય તો તું તારા જ્ઞાનમાં શુદ્ધાત્માને
વસાવ, ને રાગાદિને જ્ઞાનમાંથી બહાર કાઢી નાંખ.
ધર્માત્માઓના જ્ઞાનમાં વસેલો સુખસમુદ્ર ભગવાન આત્મા,
તે વિષયસુખોમાં લીન અજ્ઞાની જીવોને સર્વથા દુર્લભ છે. જેના