Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 32 of 237
PDF/HTML Page 45 of 250

 

background image
૩૨ : ગૃહસ્થને આત્મદર્શન )
( સમ્યગ્દર્શન
મનમાં વિષયો વસે તેના મનમાં પરમાત્માનો વાસ ક્યાંથી હોય?
ધર્મીગૃહસ્થના ચિત્તમાં – રુચિમાં – જ્ઞાનમાં ઘર નથી વસ્યું પણ
પરમાત્મા વસ્યા છે. અહા, એ ધર્માત્માને તો ભગવાનના ઘરના
તેડા આવ્યા છે. ભગવાન એને મોક્ષમાં બોલાવે છે; ને તે પોતાના
અંતરમાં ભગવાનને વસાવીને સિદ્ધપદ તરફ જઈ રહ્યા છે.
– આવું જીવન તે ધર્મીનું જીવન છે.....એ જ સાચું જીવન
છે. શ્રદ્ધા – જ્ઞાન ચોખ્ખાં કરીને તેમાં પરમાત્મતત્ત્વને વસાવ્યું ત્યાં
જીવન ઊજળું થયું : ‘તારું જીવન ખરું – તારું જીવન
!’
‘અરે, અમે તો ગૃહસ્થી, અમારે કાંઈ મોક્ષમાર્ગ હોય?
મોક્ષમાર્ગ તો ઘરબાર ત્યાગી વનવાસી મુનિને જ હોય!’ એમ ન
માની લેવું; કેમકે આત્મદર્શન વડે મોક્ષમાર્ગના દરવાજા શ્રાવક –
ગૃહસ્થ પણ ખોલી શકે છે. ગૃહસ્થને એકલા પાપભાવો જ હોય –
એમ નથી. તેને દેવદર્શન – પૂજા – સ્વાધ્યાય – દયા – દાન
વગેરેમાં પુણ્યભાવો વિશેષ હોય છે; તીવ્ર અન્યાય – અભક્ષ તો
તેને હોતાં જ નથી; પરંતુ વિશેષ વાત એ છે કે તે ધર્મી ગૃહસ્થ,
શુભ – અશુભ બધાય પરભાવોથી પાર પોતાના શુદ્ધાત્માને જ
ઉપાદેય સમજે છે, ને તેવો શુદ્ધાત્મા તેણે પોતાના અનુભવમાં લીધો
છે; તેનો આશ્રય કરીને તે પણ મોક્ષમાર્ગમાં ધીમે ધીમે ચાલી રહ્યો
છે. – મુનિવરો ઝડપથી ચાલી રહ્યા છે.
પરમ ચૈતન્યતત્ત્વ જે પોતામાં વિદ્યમાન જ છે, તેને
ગૃહસ્થધર્મી કેમ ન જાણી શકે? પોતાના સ્વરુપનો અનુભવ પોતે
જરુર કરી શકે છે. સંસારથી ભયભીત ઘણા જીવોએ આવો
અનુભવ આ કાળે પણ કર્યો છે.
આત્માને ઉપાદેય કરવા માટે, એટલે કે તેનો અનુભવ કરવા
માટે રાગ કાંઈ સાધન નથી, રાગ તો આત્માના સ્વભાવથી દૂર છે,