Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 38 of 237
PDF/HTML Page 51 of 250

 

background image
૩૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
જીવ પોતાના સહજ – શુદ્ધ સ્વરુપની સંભાળ કરે તો એક
ક્ષણમાં સર્વદુઃખોનો નાશ થાય, ને શાશ્વત આનંદમય
પરમપદને પામે.
પરિણામ પોતાને ભૂલી પરમાં એકત્વ માની રહ્યા છે, તે
ગુલાંટ ખાઈને સ્વસ્વરુપમાં એકત્વ (પોતાપણું) કરે તો આત્મા
મુક્તિસુખ પામે.
પ્રજ્ઞાછીણી વડે રાગને જુદો કરીને તારા ચૈતન્યઅંશને પોતાનો
જાણ, તો તારો આત્મભગવાન તારાથી ગુપ્ત રહેશે નહિ.
ચૈતન્ય ભગવાન ચેતનાથી જુદો જીવી શકતો નથી. જ્યાં ચેતના
છે ત્યાં જ ચૈતન્યભગવાન છે.....બંનેને જુદાઈ નથી. (‘જ્યાં
ચેતન ત્યાં સર્વગુણ....’)
પરને ય જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાન તો નિજવાનગી છે.
તે વાનગી ચાખી – ચાખીને ઘણા સંતો અજર અમર થયા છે.
હે ભવ્ય
! તું આ વાત કહેવામાત્ર ન ગ્રહતો, પણ ચિત્તને
ચેતનામાં લીન કરી, સ્વાનુભવનો સુખવિલાસ કરજે.
– ‘તે કઈ રીતે કરવું?’ જ્ઞાનપ્રકાશનાં કિરણો જ્યાંથી નીકળે
છે તે ચૈતન્યસૂર્ય તું છો.....તેની ભાવનામાં મગ્ન રહેવું. દ્રવ્ય –
ગુણ – પર્યાય ત્રણેયને ચૈતન્યરુપે અનુભવીને એકરસ કરવા.
– એકરસ છે જ, તેમાં ભેદ-વિકલ્પ ન કરવા. મુમુક્ષુઓ આવો
જ અનુભવ કરી કરીને પંચપરમેષ્ઠી થયા છે. આ અનુભવમાં
અનંતગુણનો સર્વ રસ આવે છે. પંચપરમેષ્ઠી જેવો જ હું છું –
એમ સમજીને તું તારા આત્માનો અનુભવ કર.
જ્ઞાનપરિણતિસ્વરુપ જે આત્મા છે તે આનંદરસ સહિત છે.
એ જ રીતે સર્વગુણોના રસનો સ્વાદ તેમાં છે; તે કોઈ અત્યંત મધુર
સ્વાદ છે. તે આત્મદ્રવ્યની જ પરિણતિ છે, જુદું કાંઈ નથી.