Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 39 of 237
PDF/HTML Page 52 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૩૯
પરિણતિદ્વારા દ્રવ્યનો જ અનુભવ થાય છે. – તેનું નામ
‘અનુભવપ્રકાશ’.... .તે જ ‘આત્મપ્રકાશ’.....તે જ ‘સ્વભાવરસ.’
અનુભવસ્વરુપ આત્માની સ્વભાવશક્તિઓનું
વર્ણન સાંભળો : –
આવા અનુભવસ્વરુપ જ્ઞાનચેતના, ઇન્દ્રિયો સાથે સંબંધ
વગરની હોવાથી પરમ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ હોવા છતાં સત્તારુપ છે અને
સ્વસંવેદનગમ્ય છે. બધા પરભાવોથી ભિન્ન અલિપ્ત રહેવારુપ
અને પોતાના અનંત સ્વભાવોને એક સાથે ધારણ કરવારુપ મહાન
વીર્ય – સામર્થ્ય તે ચેતનામાં છે.....તે પોતે પોતાને પ્રમેય બનાવે
છે. આત્માના બધાય સ્વધર્મોને તેણે પોતામાં ધારણ કર્યા હોવાથી
પોતે જ વસ્તુત્વરુપ છે; અનંત સ્વગુણમાં વ્યાપીને શોભતી તેની
સ્વાધીન પ્રભુતા કોઈ અચિંત્ય છે. અહા, સ્વાનુભવમાં સ્વયં
વિકસેલી એ ચેતનાના કેટલા ગુણ ગાઈએ
? અપાર એનો મહિમા
છે. એ મહિમા જાણતાં જગતનો મહિમા છૂટી જાય છે, રાગનો રસ
ઊડી જાય છે. એ અનુભવરુપ પરિણમતો આત્મા પોતે જ પોતાના
કારણ – કાર્યરુપ છે, બીજું કંઈ કાર્ય હવે તેણે કરવાનું નથી, કે
બીજું કોઈ કારણ શોધવાનું નથી. હવે કાંઈ ગ્રહવાનું કે છોડવાનું
રહ્યું નથી. ગ્રહવાયોગ્ય બધા સ્વભાવો ચેતનામાં ભર્યા છે, ને
છોડવાયોગ્ય બધા પરભાવો ચેતનાથી બહાર જ છે. આત્મા
કૃતકૃત્યપણે નિશ્ચિત શોભે છે.
આત્મા પોતે સ્વાધીનપણે એક ‘ભાવનો અભાવ’ કરીને,
બીજા ભાવરુપ થાય છે. પહેલાં ન હોય એવા નવા ભાવરુપે સ્વયં
થઈ જાય છે. આવું પરિણમન હોવા છતાં પહેલાં જેવા ભાવરુપ
હતો તેવા ભાવરુપે પણ રહ્યા કરે છે. – આવી ત્રિવિધ
આત્મશક્તિ છે ( – ઉત્પાદ – વ્યય – ધ્રુવતા).