સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૪૧
બસ, આવી અત્યંત ભિન્નતા નક્કી કરી ત્યાં સ્વાશ્રિત
પરિણમનમાં શુદ્ધતા જ રહી. સ્વયમેવ વસ્તુ પોતે પોતાના
સ્વભાવમાં સુંદર છે, શોભતી છે, શુદ્ધ છે. આવા ભેદજ્ઞાનમાં
સ્વતત્ત્વની સુંદરતાનો અનુભવ થાય છે. તે જ સમ્યગ્દર્શન છે.....તે
જ માર્ગ છે. – આમ કરતાં જીવને આનંદ થાય છે, મોક્ષપરિણતિ
સાથે તેની સગાઈ થાય છે.....મોહ સાથેનું સગપણ છૂટીને
આનંદમય મુક્તિ સાથે સગાઈ થાય છે.
✍ પહેલાં ‘હું મનુષ્ય, હું શરીર’ એવી માન્યતા હતી તે
માન્યતા ઉપયોગભૂમિમાં થઈ હતી; ઉપયોગ પોતે પોતાને ભૂલી
અશુદ્ધ સ્વાંગ ધરીને ‘હું બળદ, હું શરીર’ એમ માની બેઠો હતો.
ઉપયોગ પોતાના અસલી ઉપયોગ – સ્વાંગને ધારે તો અશુદ્ધતા
અને ભૂલ મટી જાય; જાણનાર પોતે પોતાને સાચા સ્વરુપે જાણે,
ઉપયોગધારી આનંદરુપ તો પોતે પ્રયત્ન વિના જ સહજ સ્વરુપથી
છે જ.....લોકસંગથી નીરાળો થઈને પોતે પોતાને નીહાળવાનો છે.
✍અરે! જણાય તે હું ને જાણનારો તે હું નહિ, – આવો ભેદ તે
શ્રદ્ધાય તે આત્મા, ને શ્રદ્ધા કરનાર આત્મા નહિ, કોણ માને?
આત્માને દેખનારો શુદ્ધનય પોતે આત્મા જ છે – ‘શુદ્ધનય
ભૂતાર્થ છે.’ ‘જ્ઞાયક’ને જાણનારો ભાવ જ્ઞાયકથી જુદો નથી, પોતે
‘જ્ઞાયક’ જ છે.
✍ એક મનુષ્ય છે, તે બળદ જેવું રુપ ધારીને પૂછે છે કે ‘હું
મનુષ્ય ક્યારે થઈશ?’ – ભાઈ! તું મનુષ્ય જ છો, તું બળદ નથી.
તારી ભાષા, તારી ચેષ્ટા, તારું ખાનપાન વગેરે ઉપરથી તું જો કે તું
મનુષ્ય જ છો.....તેમ ઉપયોગસ્વરુપ જીવ પૂછે છે કે ‘હું
ઉપયોગસ્વરુપ ક્યારે થઈશ?’ હે આત્મા! તું ઉપયોગસ્વરુપ છો
જ.....બીજારુપ થયો નથી. તારા પ્રશ્ન ઉપરથી, તારી જાણવાની
}