સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૪૩
સંતની એ વાત સાંભળીને પરિણતિ પોતાના પ્રભુને શોધવા
હોંશથી ચાલી.....
(૧) પ્રથમ નોકર્મગુફામાં પેસીને પરિણતિએ જોયું.....પણ
ચૈતન્યરાજા તેમાં ક્યાંય દેખાયા નહિ.....સાદ પાડયો કે શરીરમાં
ક્યાંય ચૈતન્યપ્રભુ છે? – પણ કોઈએ જવાબ ન આપ્યો.
પરિણતિએ નોકર્મમાં ચકરાવો લઈને જોયું પણ ક્યાંય ચૈતન્યપ્રભુ ન
દેખાતાં, ‘અહીં તો મારા ચૈતન્યપ્રભુ નથી,’ એમ સમજીને તે પાછી
વળતી હતી.....ચૈતન્યપ્રભુને શોધવા તે બહાવરી બની હતી.
ત્યારે દયાળુ શ્રીગુરુએ પૂછ્યું – તું કોને શોધે છે?
પરિણતિએ કહ્યું – હું મારા ચૈતન્યપ્રભુને શોધું છું.....પણ તે
તો અહીં ન જડયા.....તેથી હું પાછી જાઉં છું.
શ્રીગુરુએ કહ્યું – તું પાછી ન જા.....તારા પ્રભુ અહીં જ છે.
આ નોકર્મ શરીરાદિ જીવંત જેવા દેખાય છે તે તારા ચૈતન્ય પ્રભુના
જ પ્રતાપે; જો ચૈતન્યપ્રભુ બિરાજતા ન હોત તો આ જડશરીરને
‘પંચેન્દ્રિયજીવ’ કેમ કહેવાત? માટે આ દેહગુફાની અંદર ઊંડે ઊંડે
ત્રીજી ગુફા છે ત્યાં જઈને શોધ.....ત્યાં તારા પ્રભુ બિરાજે છે, તે
તને જરુર મળશે. ને તેને ભેટીને તને મહા આનંદ થશે.
(૨) ઉપકારી શ્રીગુરુના વચન ઉપર પરમ વિશ્વાસ કરીને,
હોંશેહોંશે તે પરિણતિ ચૈતન્યપ્રભુને શોધવા અંદર ઊંડે ગઈ, ને
બીજી કર્મગુફામાં દાખલ થઈને જોયું.....ત્યાં તો જ્ઞાનાવરણાદિ કર્મો
દેખાયા, પણ ચૈતન્યપ્રભુ તો ન દેખાયા. ત્યારે પૂછ્યું – મારા
ચૈતન્યપ્રભુ ક્યાં છે?
સાંભળ, હે પરિણતિ! આ જડકર્મોમાં જે ક્રિયા થાય છે તેની
દોરી તારા ચૈતન્યપ્રભુના હાથમાં છે; તેના હાથની હલાવી તે હાલે
છે.....તારા ચૈતનપ્રભુના ભાવઅનુસાર આ કર્મોમાં પ્રદેશ – પ્રકૃતિ