૪૪ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
– સ્થિતિ – અનુભાગ થાય છે. ‘જ્ઞાનગુણ’ ધારક તારા
ચૈતન્યપ્રભુની સત્તાના પ્રતાપે જ આ પુદ્ગલો ‘જ્ઞાનાવરણ’ વગેરે
નામ પામ્યાં છે. અંદર જ્ઞાનવંત તારા ચેતનપ્રભુ ન બિરાજતા હોય
તો આ પુદ્ગલોને ‘જ્ઞાનાવરણ’ આદિ નામ ક્યાંથી મળે? માટે આ
દ્રવ્યકર્મરુપી દોરી પકડીને તેના દોરે – દોરે અંદર ચાલી જા.....આ
દોરીને ન દેખ પણ દોરી જેના હાથમાં છે તેને દેખ.....અંદર ઊંડે
ત્રીજી ગુફામાં જઈને ગોત.
(૩) ચૈતન્યપ્રભુને ભેટવા ઝંખતી પરિણતિ તો ત્રીજી ગુફામાં
ગઈ... ચૈતન્યપ્રભુના કંઈક – કંઈક ચિહ્ન તેને જણાવા લાગ્યા....
આ ત્રીજી ગુફામાં રાગદ્વેષાદિ ભાવકર્મ દેખાયા....ચેતનાએ પૂછ્યું
– આમાં મારા ચૈતન્યપ્રભુ ક્યાં છે?
ત્યારે શ્રીગુરુએ તેને ચેતનાપ્રકાશ અને રાગદ્વેષ વચ્ચે
ભેદજ્ઞાન કરાવીને કહ્યું – જો આ રાગદ્વેષ દેખાય છે ને? – તે
જેના પ્રકાશમાં દેખાય છે તે પ્રકાશ તારા ચૈતન્યપ્રભુનો જ છે. આ
રાગ છે, આ દ્વેષ છે – એમ અજ્ઞાન – અંધકારમાં ક્યાંથી જણાય?
એ તો ચૈતન્યપ્રકાશમાં જ જણાય છે. અને એ ચૈતન્યપ્રકાશ જ્યાંથી
આવે છે તે જ તારા ચૈતન્યપ્રભુ છે. રાગથી પણ પાર ચૈતન્યગુફામાં
તે પ્રભુ બિરાજી રહ્યા છે. ચેતનાએ રાગથી પાર થઈને જ્યાં
ચૈતન્યગુફામાં જોયું ત્યાં તો ‘અહો! ચૈતન્યપ્રકાશથી ઝગમગતા આ
મારા ચૈતન્યપ્રભુ!’ – એમ દેખતાં જ તે પોતાના ચૈતન્યપ્રભુને મહા
આનંદથી ભેટી પડી....પોતે જ પોતાનો પ્રભુસ્વરુપે સ્વાનુભવ કર્યો.
✍ હે ચેતના! તું ગભરાયા વગર તારા ચૈતન્યને શોધ.....તે
તને તરત જ અવશ્ય મળશે. – આ જે રાગદ્વેષ – મોહ દેખાય
છે તે તેની જ છાયા છે કેમકે ચૈતન્યપ્રભુના અસ્તિત્વ વગર
રાગદ્વેષભાવો સંભવતા નથી. – માટે જે પ્રદેશમાંથી એ રાગદ્વેષ