Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 45 of 237
PDF/HTML Page 58 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૪૫
મોહ ઊઠે છે ત્યાં જ તારા ચૈતન્યપ્રભુ બિરાજી રહ્યા છે.
રાગદ્વેષમોહમાં ન અટક પણ તે દોરી પકડીને, તેનો દોર જેના
હાથમાં છે તેની પાસે જા.....તે જ તારા ચૈતન્યપ્રભુ છે. રાગાદિના
પ્રકાશક ચૈતન્યપ્રકાશી તારા પ્રભુ અહીં સાક્ષાત્ બિરાજી રહ્યા
છે....એ હવે તારાથી ગુપ્ત રહી શકશે નહિ.....ચૈતન્યગુફામાં આ
પ્રભુ પ્રગટ બિરાજી રહ્યા છે ને પોતાના અચિંત્ય અપાર મહિમાને
ધારણ કરી રહ્યા છે.....તેને દેખતાં – ભેટતાં મહાન સુખ થશે.
અહા, મારા ચૈતન્યપ્રભુ મને મળ્યા....મારાથી તે જુદા નથી.
મારા ચેતનપ્રભુ સાથે તન્મયતાથી મને મહાન આનંદ થયો.
‘મેરા પ્રભુ નહીં દૂર – દેશાંતર, મોહિમેં હે, મોહે સુઝત નીકે’
સ્વરુપ પામવાનો માર્ગ સંતોએ સુગમ કરી દીધો છે.
તેમના પ્રસાદથી હું એ સ્વરુપને પામ્યો છું. જે સ્વરુપ હતું તે જ શુદ્ધ
થઈને પરિણમ્યું. અનંતા તીર્થંકરો થયા, તેમણે સ્વરુપ શુદ્ધ કર્યું ને
અનંત સુખી થયા, હવે મારે પણ એવી જ રીતે કરવું છે.
મહામુનિજનો નિરંતર સ્વરુપ – સેવન કરે છે; મારે પણ મારું
ત્રિલોકપૂજ્ય સર્વોત્કૃષ્ટ પદ અવલોકી – અવલોકી એમ જ કરવું છે.
કર્મની ઘનઘોરઘટા પણ ચૈતન્યસૂર્યને હણી શકે નહિ,
ચેતનમાંથી તેને અચેતન કરી શકે નહિ. ચેતનસૂર્ય સ્વપ્રકાશથી
સદાય ઝળહળી રહ્યો છે.
રત્નદ્વીપનો રહેવાસી એક માણસ બીજા દ્વીપમાં
આવ્યો.... તેને રત્નદ્વીપના નીલમણિની રજ ચોંટી હતી. તે
સરોવરમાં નહાતો હતો, ત્યારે તેના તે નીલમણિના પ્રકાશથી
સરોવરનું પાણી લીલાપ્રકાશથી ઝગમગાટ કરતું હતું; તે જોઈને તેને
અચંબો થયો કે વાહ
! આ પાણીમાં આવો સુંદર ઝગમગાટ ક્યાંથી
આવ્યો? (પોતાના પ્રકાશથી પોતે જ અચંબો પામ્યો!)