૪૬ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
એવામાં એક ઝવેરી ત્યાં આવ્યો.....તે નીલમણિને ઓળખી
ગયો. તેણે કહ્યું – અરે ભાઈ! તમારા શરીરે જે નીલમણિની રજ
ચોંટી છે તે ઘણી કિંમતી છે, ને તેના પ્રકાશને લીધે આ સરોવરનું
પાણી કેવું મજાનું શોભી રહ્યું છે!! તમારા આ નીલરત્ન પાસે
રાજાના નિધાન પણ તુચ્છ છે.
ત્યારે તે માણસ આશ્ચર્ય પામ્યો : અરે, આવા રત્નોથી ભરેલા
દ્વીપ વચ્ચે તો હું રહું છું.....મારે હવે દીનતા કેવી!! અત્યારસુધી
રત્નો વચ્ચે રહીને પણ મેં રત્નોને ઓળખ્યા નહીં ને દીન રહ્યો!
તેમ હે ચૈતન્યપુરુષ! સ્વ – પરને જાણનારો જે ચૈતન્યપ્રકાશ
ફેલાઈ રહ્યો છે ને જેની હયાતીને લીધે જ આ વિશ્વની સુંદરતા
દેખાય છે – તે પ્રકાશ તારા જ ચૈતન્યરત્નનો છે. એવા
અનંતગુણરુપ ચૈતન્યરત્નાકરમાં તું જ રહ્યો છે. તારા એકેક
ચૈતન્યરત્ન પાસે આખું જગત તુચ્છતાને પામે છે.
અહા, આવો આત્મા હું! મને દીનતા કેમ શોભે? મારા
નિધાનને હું ભૂલ્યો હતો, પણ હવે સંતોએ મારા નિધાન મને
બતાવ્યા.
આમ નિજનિધાનને દેખીને આત્મા આનંદિત થયો.....ને
સ્વાનુભવ કરવા લાગ્યો.
✍મારી ચેતના મારામાં ગુપ્ત નથી પણ પ્રગટ છે.
છતી વસ્તુને હું અણછતી કેમ કરું?
લોહી – માંસના બનેલા આ શરીરને હું આત્મા કેમ માનું?
✍ આત્મા, અનંત ચૈતન્યચિહ્નસહિત, અખંડ ગુણપૂંજ અને
પર્યાયનો ધારક, જ્ઞાનાદિગુણ – પર્યાયરુપ વસ્તુ હું છું એમ
નિશ્ચય કરીને તેમાં કેલિ કરતાં આનંદ થાય છે. એને જાણવાથી
થતો આનંદ તે જ્ઞાનાનંદ, શ્રદ્ધવાથી થતો આનંદ તે શ્રદ્ધાનંદ –