સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૪૭
દર્શનાનંદ, તેમાં પરિણમવાથી થતો આનંદ તે ચારિત્રાનંદ, એમ
સર્વગુણોના સ્વાદરુપ ‘આનંદકંદ’ આત્મા છે. – આનાથી ઊંચું
બીજું કોઈ તત્ત્વ નથી. આ સોહલો શિવમાર્ગ ભગવાને
ભવ્યજીવોને બતાવ્યો છે. મોક્ષ માટે મેં આવી સ્વભાવ –
ભાવનારુપ અવગાઢ થંભ રોપ્યો છે.
✍ જ્ઞાનના એકદેશરુપ સ્વાનુભવ – મતિજ્ઞાનમાં પણ
સ્વરુપનો પ્રભાવ એવો જાગ્યો કે જ્ઞાનચિંતામણિ હાથમાં આવ્યો.....
શુદ્ધ કેવળજ્ઞાન પ્રતીતના દ્વારે આવી ઊભું. અશુદ્ધતાના કોઈ અંશને
હવે તે જ્ઞાન પોતામાં કલ્પતું નથી. જ્ઞાનપ્રકાશ જ હું છું – એવું વેદન
રહે છે. સ્વસંવેદન વધારતાં કેવળજ્ઞાન નજીક આવતું જાય છે.
મતિ-શ્રુતજ્ઞાન પણ જ્ઞાનસ્વભાવમાં અભેદપણે વ્યાપી રહ્યા છે.
કેવળજ્ઞાન પણ જ્ઞાનસ્વભાવમાં અભેદપણે વ્યાપી રહ્યું છે.
– તેથી, તેરમે ગુણસ્થાને હો સાતમે ગુણસ્થાને હો કે ચોથા
ગુણસ્થાને હો – જ્ઞાનપરિણમન જ એકસરખું વર્તે છે; ને મતિ-
શ્રુતજ્ઞાન પ્રત્યેક સમયે કેવળજ્ઞાનની નજીક જ જઈ રહ્યા છે.
કુંદકુંદસ્વામી સાતમા ગુણસ્થાને હતા, અત્યારે ચોથા
ગુણસ્થાને છે છતાં પ્રતિક્ષણ કેવળજ્ઞાનની નજીક જ જઈ રહ્યા છે, દૂર
નથી ગયા. – આ પ્રતાપ છે જ્ઞાનસ્વભાવમાં અભેદ પરિણમનનો.
✽
જ્ઞાનપ્રદેશો સર્વત્ર સુખથી ભરેલા છે.
જે જ્ઞાન ‘છે’ તે તો આવરણથી ન્યારું છે, તેમ રાગથી પણ
તે ન્યારું છે; જેટલા આવરણ અને રાગ ગયા તેટલું જ્ઞાન ખુલ્યું, તે
સ્વભાવ છે. આવા શુદ્ધ જ્ઞાનની ભાવના કરી – કરીને આનંદ
વધારીએ છીએ.