Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 48 of 237
PDF/HTML Page 61 of 250

 

background image
૪૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
જ્ઞાનભાવનાને ઊર્ધ્વ કર.....સંસારના ભાવને અધો કર
– આ રીતે, આત્મસ્વરુપને સાધવું હોય તો તારા ભાવની ગતિ
પલટી નાંખ.....‘‘ઊર્ધ્વગમન કર.’’ ઊર્ધ્વ = સિદ્ધાલય.
જડનાં મમત્વ કરી – કરી પોતાને જડ માનતાં તને શું
સુખ છે? એ રીતે રાગાદિ ભાવમાં પણ સુખ ક્યાં છે? તારો
જ્ઞાનભાવ, તારો આત્મભાવ, તારો આનંદભાવ – તે જ સુખરુપ
છે, તે જ તારું વિશ્રામસ્થાન છે.
આત્મપરિણતિમાં આત્મા છે. ‘હું છું’ એવી
સ્વપરિણતિમાં આત્મા પ્રગટ છે. આત્મામાં પરિણતિ આવી ત્યાં ‘હું
છું’ એમ સ્વપદને સાધ્યું. ‘હું – હું’ એવી સ્વપદની આસ્તિક્યતા તે
સ્વરુપને સાધવાનું સાધન છે. ‘હું – હું’ એવા તે સ્વપદમાં શરીર
નથી, વચન નથી, રાગ કે દુઃખ પણ નથી, તે પદમાં તો સર્વત્ર
આનંદ અને ચેતના ભરી છે. – વારંવાર આવા સ્વપદને સ્વપદમાં
જ શોધ...પ્રાપ્ત છે તેની તને પ્રાપ્તિ થશે, અનુભૂતિ થશે.....ત્યાં
શક્તિસ્વભાવ વ્યક્તરુપ પોતે જ પરિણમી રહ્યો છે.
પરમાત્મતત્ત્વની ભાવના કરતાં – કરતાં પરમાત્મપદ નજીક
આવે છે, ત્યારે તેના પ્રતાપથી પરભાવો મરી ફીટે છે. જેમ શૂરવીર
રાજાના તેજથી કાયર મનુષ્યો સંગ્રામ કર્યા વગર જ ભાગી જાય છે
અને જેમ સૂર્યના તેજ – પ્રતાપ પાસે અંધકાર પહેલેથી દૂર ભાગી
જાય છે; તેમ ચૈતન્યપરમાત્મા જ્યાં અપાર સ્વતેજના પ્રકાશથી
સ્ફૂરાયમાન થાય છે ત્યાં પરભાવો તેની સામે ઊભા નથી રહેતા,
લડયા વગર જ ભાગી જાય છે. ચૈતન્યપ્રભુનો પ્રતાપ કોઈ અનેરો
છે.....અનુપમ છે.
પરના રસથી પરાંગમુખ થઈ, અત્યંત રસથી સ્વપદને
અવલોકવાનો પ્રયત્ન વારંવાર કર્યા જ કરો.
‘‘સંતની વાત.....ટૂંકી ટચ, સ્વમાં વસ.....પરથી ખસ.’’