સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૪૯
✍ કસ્તુરીમૃગ સુગંધને બહારમાં શોધે તે ક્યાંથી મળે?
આત્મતત્ત્વ નિજપદને પરમાં શોધે તે ક્યાંથી મળે?
સ્વપદનો નિવાસ સ્વપદમાં જ છે; ક્યાંય શોધવું નહીં પડે.
તારે કોને શોધવું છે તે નક્કી કર.....તો તે તારામાં જ છે,
તે તું જ છો.
તું તો છો જ – પછી પોતે પોતાને ઢૂંઢવાની વ્યાકુળતા
શા માટે કરે છે?
ઘણો – ઘણો કાળ તું વ્યાકુળ થયો; હવે તો શાંત થઈને
સુખરસનો આસ્વાદી થા.
પરભાવના નિંદ્યસ્થાનોને છોડીને અત્યંત સુંદર નિજ-
પદમાં બેસ.....
✍ અરે, તારું જ્ઞાન તે પરપદમાં હોય? ના. પરપદને
જાણનારું જ્ઞાન પણ નિજપદ છે. જે – જે જાણપણું છે તે – તે હું
છું એમ જ્ઞાનમાં નિજભાવની દ્રઢતા તે સમ્યક્ત્વ છે; તે સુગમ છે;
તેમાં ખેદ નથી, વિષમતા નથી. એનાથી જ શિવપદ સધાય છે. માટે
સ્વરુપ – રસનો વારંવાર અભ્યાસ કરો. તમારી શક્તિ અપાર છે.
અરે ચિદાનંદરાજ! અનંત – અપાર જ્ઞાનશક્તિને અંદર સંઘરીને
બેઠો હોવા છતાં તું પોતાને સમ્યક્ત્વકાર્ય માટે પણ નબળો માની
રહ્યો છે – તે આશ્ચર્ય ઉપજાવે છે! છતી શક્તિને અછતી શા માટે
કરે છે? તારા સ્વરુપના સામ્રાજ્યનો તું હક્કદાર છો, તારા
સ્વરાજ્યને તું ઝટ પ્રાપ્ત કરી લે. જેમ ક્ષુધાતુર બિલ્લી ખોરાક
દેખીને લોટવા લાગે છે તેમ તું તારા સુંદર સ્વરુપમાં લોટવા લાગ.
અત્યાર સુધી તું જેની પાછળ પાગલની જેમ લોટયો – ભટક્યો –
એ તો જડપુદ્ગલ – અચેતનનો ઢગલો છે.....એમ જાણીને
પસ્તાવો કર, ને હવે તારા ચૈતન્યપ્રભુ પાછળ લાગી જા. લોકો ભલે