૫૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
તને પાગલ જેવો દેખે પણ તું ડાહ્યો થઈને નિજસ્વરુપમાં આવી જા.
બીજાનું તારે શું કામ છે? જગતના ડહાપણ કરીકરીને ચાર ગતિના
ભવમાં ભટકી – ભટકીને દુઃખી થવું – એના કરતાં પોતાના
આનંદસ્વરુપમાં શાંતિથી બેસી રહેવું – તેમાં જ મજા છે.
✍ અરે ચેતનમહારાજા! આ શરીર તો પ્રત્યક્ષ જડ લાકડા
જેવું છે – તેમાં સુખ માનતાં તમને શરમ નથી આવતી? તમારી
ચેતનાનો અંશ પણ તેમાં નથી. જરાક નજર ખોલીને જડને જડરુપ
તથા ચેતનને ચેતનરુપ દેખો.
જેમ આંખ ઉપર લૂગડું ઢાંક્યું હોય પણ અંદર તો આંખમાં
પ્રકાશપૂંજ ભર્યો છે, તે માણસને કાંઈ આંધળો તો ન કહેવાય. તેમ
અજ્ઞાનના આવરણથી ઢંકાયેલ છતાં આત્માની અંદર ચેતનામાં
ચૈતન્યપ્રકાશનો પૂંજ ભર્યો છે, તે કાંઈ અચેતન થઈ ગયો નથી. ‘હું
ચેતન છું’ એમ ચેતનપણે પોતાનું સંવેદન કરે તો પોતે પોતાથી
જરાય ગુપ્ત નથી.
✍ અરે અનંતસુખનો ધણી તું, બહારમાંથી સુખ લેવાના
વલખાં મારી – મારીને કેવો દુઃખી થઈ રહ્યો છે! લક્ષ્મીનો દાસ
બની, દીન થઈને દેશોદેશ ફરી રહ્યો છે! શરીર – સ્ત્રી – પુત્રાદિની
ગુલામી કરે છે, અનેક પરિષહ સહે છે, – આટલું – આટલું
કરવા છતાં, અરે તેની પાછળ આખું જીવન ગુમાવી દેતાં પણ,
જરાય સુખ તો તને મળતું નથી. સુખનો નિધાન તો તું
છો.....બાપુ! એનો વિશ્વાસ કર તો અત્યારે જ તું મહાન સુખી
બની જા. અમે એમ કરીને સુખી થયા પછી તને કહીએ છીએ.
પહેલાં અમે ય તારી જેમ સુખને માટે બહાર ભટકતા હતા; પછી
સંતોએ અમારું સુખનિધાન અમને બતાવ્યું તે પામીને અમે સુખી
થયા.....તું પણ સુખી થા!