Samyak Darshan Part 7 8 (Gujarati). Champabhaina Drastante Jivabhaini Odkhan.

< Previous Page   Next Page >


Page 51 of 237
PDF/HTML Page 64 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૫૧
‘જ્ઞાન વગરનો’ દુઃખી થાય એ તો ઠીક, પણ તું તો પોતે
‘જ્ઞાનવાળો’ થઈને દુઃખી બની રહ્યો છે – એ આશ્ચર્યની વાત છે.
આંખ હોવા છતાં આંધળો થા મા....કૂવામાં પડ મા. રાજા હોવા છતાં
તારી હરામજાદીથી તું ઘરઘરનો ભિખારી થઈને ભટકે છે
! મોહ –
ધતૂરો પીને, ઓલા ‘ચાંપા ભરવાડ’ની જેમ તું પાગલ બન્યો છે.
ચાંપો ભરવાડ એકવાર જંગલમાં મદિરા પીને ભાન ભૂલ્યો,
‘હું ચાંપો છું’ એ પણ તે ભૂલી ગયો.....ઘરે જઈને ડેલીનું બારણું
ખખડાવી પૂછ્યું – ‘ચાંપો ઘરે છે
?’ અંદરથી જવાબ આપ્યો –
‘તમે કોણ છો?’ ત્યારે ચાંપો વિચારમાં પડી ગયો – ‘અરે, હું જ
પોતે ચાંપો છું.’ તેની ભ્રમણા ભાંગી અને સ્વઘરમાં જઈને રહ્યો.
તેમ પોતાને ભૂલેલો શિષ્ય શ્રીગુરુ પાસે જઈને પૂછે છે – પ્રભો
!
મારો આત્મા ક્યાં છે? ત્યારે શ્રીગુરુ તેને કહે છે – આત્માને
શોધનાર ‘તમે કોણ છો?’ ત્યારે શિષ્ય વિચારમાં પડી ગયો – અરે,
હું પોતે જ આત્મા છું.....જાણનાર તત્ત્વ હું પોતે જ છું. – એમ