Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 52 of 237
PDF/HTML Page 65 of 250

 

background image
૫૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
પોતે પોતાને જાણતાં મહાન સુખી થયો. – બીજે શોધવાનું
મટયું.....ભટકવાનું મટયું.....સ્વઘરમાં આવી રહ્યો.
આત્મા અનાદિથી ‘અશુદ્ધ’ પરિણમવા છતાં, અનાદિથી તે
‘શુદ્ધ’ પણ છે. જો ‘શુદ્ધ’ ન હોય તો અશુદ્ધતા કોની થાય? માટે
બંને ભાવ (સ્વભાવ અને વિભાવ) અનાદિથી છે. એ બંને ભાવને
જાણનાર પોતે વર્તમાન અપૂર્વ શુદ્ધતારુપે પરિણમી રહ્યો છે. અનાદિ
અશુદ્ધતાની ધારા તૂટી ને અપૂર્વ શુદ્ધતાનો પ્રવાહ શરુ થયો.
શુદ્ધતા અને અશુદ્ધતા બંને અનાદિથી એકબીજાથી વિરુદ્ધ
(વિસંવાદ) ભાવે વર્તતા હતા. પણ અજ્ઞાનભાવે તે બંનેને એક જ
રુપે દેખીને ‘અશુદ્ધઆત્માને જ’ અનુભવતો હતો; હવે બંનેને
સમ્યગ્જ્ઞાનથી જ્યાં ભિન્ન દેખ્યાં ત્યાં ભિન્ન થવાની શરુઆત થઈ,
શુદ્ધ આત્મા અનુભવમાં આવી રહ્યો છે; દ્રવ્ય પર્યાય વિરુદ્ધતા
છોડીને સમભાવી થવા માંડયા છે.
જેમ સોનાની ખાણનું સોનું; પત્થર સાથે મળેલું અશુદ્ધ હોવા
છતાં ‘શુદ્ધસુવર્ણપણું’ તે વખતે જ તેનામાં છે, – તેથી પ્રયોગદ્વારા
તેવું પરિણમન થાય છે. તેમ આત્મામાં સમજવું. આ ‘સમજણ’ તે જ
શુદ્ધતા.
‘દ્રવ્યસ્વભાવ શુદ્ધ છે’ એમ જે સમજ્યો તે પર્યાયમાં પણ
શુદ્ધ થયો જ છે. તેની શુદ્ધપર્યાયને શુદ્ધદ્રવ્ય સાથે એકતારુપ કાર્ય –
કારણભાવ છે. બંનેમાં એકતા હોવાથી શુદ્ધતા છે. કારણ –
કાર્યપણે દ્રવ્ય – પર્યાયની સંધિનો આ સમ્યક્સ્વભાવ સમ્યગ્દ્રષ્ટિ જ
અનુભવે છે – જાણે છે; તેની શુદ્ધ પરિણતિને આત્મા સિવાય બીજા
બધા સાથેનો કારણ – કાર્ય સંબંધ તૂટી ગયો છે, તેથી નિમિત્તરુપે
પણ તે કર્મ – નોકર્મનો કર્તા નથી. ક્રોધાદિભાવો – કે જેમનો
સંબંધ પર સાથે છે – તે ક્રોધાદિભાવને પણ તે શુદ્ધપરિણતિ કરતી