સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૫૩
નથી, તેનાથી જુદી જ રહીને પોતાનું પરિણમન વધારતી જાય છે.
જેમ જેમ શુદ્ધતાનું પરિણમન વધતું જાય છે, તેમ તેમ ક્રોધાદિનું
અસ્તિત્વ મટતું જાય છે. આમ બંને ભાવની અત્યંત ભિન્નતા
પ્રયોગમાં આવી ગઈ છે.
અગ્નિ ઉપર ચડેલા સુવર્ણરસમાં અશુદ્ધતા ક્યાં સુધી રહી
શકે? – તરત જ બળીને ઊડી જાય.
તેમ ભેદજ્ઞાન અને ધ્યાનાગ્નિ ઉપર ચડેલા ચૈતન્યરસમાં
રાગાદિ ક્યાં સુધી રહી શકે? – ક્ષણમાં બળીને અભાવ થઈ જાય.
હે જીવ! તારામાં જ્ઞાનગુણ ન હોય તો અજ્ઞાન ક્યાંથી થાય?
તારામાં સમ્યક્ દર્શનનો ગુણ ન હોય તો મિથ્યાત્વ ક્યાંથી થાય?
તારામાં સુખસ્વભાવ ન હોય તો દુઃખ ક્યાંથી થાય?
તારામાં શાંતિગુણ ન હોય તો અશાંતિ – ક્રોધ ક્યાંથી થાય?
તારામાં અશરીરી સ્વભાવ ન હોય તો શરીર ક્યાંથી ચોંટે?
માટે –
સ્વગુણનું અસ્તિત્વ છે તેને પણ દેખ.....એકલા દોષને ન દેખ.
નિજ – ગુણોની મહાનતા દેખીશ તો દોષ તુરત જ ભાગી જશે.
દોષ તો ઘણીવાર આવ્યા ને ગયા. છતાં ગુણો તો સદાય એના
એ જ અચલપણે ટકી રહ્યા છે, તેથી ગુણોની જ મહાનતા છે. દોષ
ઓછા થઈને નષ્ટ થઈ જશે, ગુણ કદી એક્કેય ઓછો નહિ થાય.
અજ્ઞાન મટશે, મિથ્યાત્વ મટશે, દુઃખ મટશે, અશાંતિ – ક્રોધનો
અભાવ થશે, શરીર છૂટી જશે, પણ જ્ઞાનગુણ – સમ્યક્ત્વગુણ –
સુખસ્વભાવ – શાંતિસ્વભાવ – શરીરરહિત અમૂર્તસ્વભાવ – તે કદી
નહીં છૂટે; – એ બધાય નિજસ્વભાવ છે. –
‘‘નિજભાવને છોડું નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહું.’’