Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 54 of 237
PDF/HTML Page 67 of 250

 

background image
૫૪ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
પ્રત્યેક ગુણ આત્માનો છે તેથી આત્મા સર્વગુણસ્વરુપ છે.
આત્માનો પ્રત્યેક ગુણ તેના સર્વગુણના રસથી ભરેલો છે, એકેક
ગુણનો રસ સર્વગુણને રસબોળ કરી રહ્યો છે : –
‘સત્તા’ : આત્માનો ગુણ છે તેથી એકલો સત્તાગુણ જ સત્રુપ
નથી પણ આખો આત્મા સત્રુપ છે, – તેના
સર્વગુણો સત્રુપ છે.
‘જ્ઞાન’ : આત્માનો ગુણ છે તેથી એકલું જ્ઞાન જ ચેતનરુપ
નથી પણ આખો આત્મા ચેતનરુપ છે, તેના
સર્વગુણો ચેતનરુપ છે.
‘આનંદ’ : આત્માનો ગુણ છે તેથી એકલો આનંદગુણ જ
આનંદરુપ નથી; પણ આખો આત્મા આનંદરુપ છે,
તેના સર્વ ગુણો આનંદરુપ છે.
‘પ્રદેશતા’: આત્માનો ગુણ છે તેથી એકલો પ્રદેશત્વગુણ જ
પ્રદેશરુપ નથી, આખો આત્મા પ્રદેશોરુપ છે, તેના
સર્વગુણો પ્રદેશોરુપ છે.
આમ, કથંચિત્ ગુણભેદ છતાં બધા ગુણો વસ્તુના
સર્વગુણોરુપ છે, જુદા પાડીને એકેક ગુણનો જુદો જુદો સ્વાદ લઈ
શકાતો નથી.
શ્રદ્ધામાં – સ્વાનુભૂતિમાં સર્વગુણો એકસાથે
અભેદરસપણે આત્મરસરુપે સ્વાદમાં આવે છે.....સર્વગુણોનો
એક સાથે રસ આવતો હોવાથી તે આત્મરસનો સ્વાદ મહા
સુંદર છે. (તેમાં વિકલ્પરુપ આકુળતા નથી.)
‘સત્તા’ જો સત્તાગુણમાં જ હોય ને બીજા સર્વગુણોમાં સત્તા ન
હોય તો બીજા ગુણો અસત્ ઠરે.
‘જ્ઞાન’જો જ્ઞાનગુણમાં જ હોય ને બીજા સર્વગુણોમાં જ્ઞાન –
ચેતના ન હોય તો બીજા ગુણો અચેતન – જડ ઠરે.