સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૫૫
‘આનંદરસ’ જો આનંદગુણમાં જ હોય ને બીજા સર્વગુણોમાં
આનંદરસ ન હોય તો બીજા ગુણો આનંદરસ વગરના
નીરસ ઠરે.
‘પ્રદેશતા’જો પ્રદેશત્વગુણમાં જ હોય ને બીજા ગુણોમાં પ્રદેશો ન
હોય તો બીજા ગુણો આકાર વગરના ઠરે. માટે એકેક
ગુણદ્વારા સર્વગુણસમ્પન્ન આખી વસ્તુને જ દેખવી.
અનેકાન્તસ્વભાવ જયવંત છે.
અનંતગુણસ્વરુપ આત્માનો મહિમા અપાર છે. જેનું પ્રીતિથી
શ્રવણ કરતાં પણ મોક્ષસુખના ભણકારા આવે, તે સ્વરુપના સાક્ષાત્
અનુભવનો મહિમા કોણ કહી શકે? – એને જ્ઞાની જ જાણે છે.
એના એક અંશના સ્વાદમાં પણ અભેદપણે આખાય આત્માનો
સ્વાદ આવે છે. ‘આવો હું છું’ – એવા સમ્યક્ નિશ્ચયનું બળ પણ
એવું મહાન છે કે મોક્ષને અહીં ખેંચી લાવે છે.
✽ વીતરાગી સંતો બોલાવે છે –
૧. અરે આત્મા! તું અનાત્માનો સંગ કેમ કરે છે?
૨. તારું આત્મત્વ મહા સુંદર છે, તેને અનાત્મા વડે બગાડ નહિ.
૩. અનાત્મ – સંગ છોડી, ‘અનુભવી – આત્માનું’ નિમિત્ત લે,
તને મહા આનંદ થશે.
૪. તારી જ્ઞાનચેતનાના એક જ કટાક્ષથી સર્વગુણો વશ થઈ જશે.
૫. મોક્ષનગરીની વીતરાગી સડક સંતોએ ચાલીને કંટકરહિત કરી
દીધી છે.
૬. મોક્ષને આનંદપૂર્વક સાધવો એ તો મારા આત્મસ્વભાવનો
સહજ ખેલ છે.