૫૬ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
૭. કષાયનો અંશ પણ ઉપાડવો મને બોજારુપ છે; રત્નત્રય મારે
માટે સહજ છે.
૮. આહા! મારા શાંતપદમાં ક્લેશ શો? નિજ નિધાનમાં દીનતા
કેવી?
૯. આત્મસ્વરુપના સેવનથી તૃપ્તિ ન થાય તો બીજે ક્યાં તૃપ્તિ
થશે?
૧૦. નિજાત્મરસના આસ્વાદથી જ જેને તૃપ્તિ થઈ તેને કોઈ
બીજાનું શું કામ છે?
❀ ફરી ફરીને તને બોલાવીએ છીએ કે હે જીવ!
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.
બધુંય તૈયાર છે.....તું તૈયાર થા !
હે આત્મરસિક મુમુક્ષુ! સમ્યગ્દર્શન અને
સ્વાનુભૂતિને લગતું આ એક જોરદાર સાહિત્ય તારા
હાથમાં આવ્યું છે ને તને તેમાં રસ આવ્યો છે.....તો તે
રસનું ઘોલન નીકટમાં જ તને સ્વાનુભૂતિનું કારણ થશે.
– હા, તેમાં એકવાર કોઈપણ આત્મજ્ઞાનીના સીધા
માર્ગદર્શનની અપેક્ષા તો ખરી જ. પણ તું મુંઝાઈશ
મા.....અત્યારેય ભરતક્ષેત્રમાં અનેક આત્મજ્ઞાની જીવો
વિદ્યમાન છે, ને પંચમકાળના છેડા સુધી અવિચ્છિન્નપણે
રહેવાના છે. તું તૈયાર થા.....એટલે બધુંય તૈયાર છે.