Samyak Darshan Part 7 8 (Gujarati). Swabhav Rasgholan - Swanubhav Prasad Bhag 2.

< Previous Page   Next Page >


Page 57 of 237
PDF/HTML Page 70 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૫૭
તું પોતાના આત્માને પ્રભુ સ્થાપ.
પ્રભુમાં શું હોય? – શું ન હોય? તેનો વિચાર કર.
પ્રભુ ‘છે’ તેને પ્રભુ ‘થવામાં’ શી વાર?
(હોવું TO BE........... થવું TO BE)
સર્વ કલ્યાણસ્વરુપ મહાસુંદર તારો આત્મા, એનાથી વધુ
બીજી કઈ વસ્તુ જગતમાં છે – કે જેની પાછળ તું રાગ કરી –
કરીને દોડે છે
! – આત્માને છોડીને બીજે ઉપયોગ ભમાવે છે –
તો શું આત્મા કરતાં બીજું કાંઈ તને સુંદર દેખાય છે? –
ના.....ના.....ના! એટલે તો ઉપયોગ થાકી થાકીને બધેયથી પાછો
વળે છે, ને પોતામાં જ રહેવા મથે છે. એકવાર નિજસ્વરુપમાં
સ્વભાવ – રસઘોલન : સ્વાનુભવ – પ્રસાદ
ભાગ બીજો
સંસાર દુઃખમાં સળગતા આત્માને જીવતો બહાર કાઢવા
હે જીવ ! તું મરણિયો થા.
હે આત્માર્થી! આત્મતત્ત્વને જાણવા માટે તું કુતૂહલ કર, અને
મરણિયો થઈને પણ દેહથી જુદા આત્માને અનુભવમાં લે.