સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૫૯
✽ હે જીવ! તારી શુદ્ધતા મહાન છે.....તેથી તેની છાયારુપ
અશુદ્ધતા પણ મહાન લાગે છે. જડ કર્મોની આટલી શક્તિ દેખાય
છે તે બધી શક્તિ તારી અશુદ્ધતા પાસેથી જ મળી છે. તું તારામાં
અશુદ્ધતા ન કર તો જડ કર્મોમાં તો કાંઈ જ શક્તિ રહેતી નથી.
બિચારા વેરવિખેર થઈ જાય છે.
તારી શુદ્ધતા એવી મહાન છે કે એના એક અંશ પાસે પણ
ઇન્દ્રાદિ પદની વિભૂતિ તુચ્છ – વિકારરુપ ભાસે છે. આવું
મહિમાવંત શુદ્ધપદ પોતાની પાસે છે; તો તેની ભાવના કેમ ન
ભાવીએ! એની ભાવનાથી પરમાત્મપદ તુરત જ પમાય છે.
✽ શુદ્ધપદની ભાવનાથી સ્વસંવેદનરસનો આસ્વાદી થા, એ
જ સર્વજ્ઞના સર્વ ઉપદેશનું રહસ્ય છે. તું સ્વસંવેદનરસ ચાખીશ
પછી દિવ્યધ્વનિની કોઈ વાત તારાથી ગુપ્ત નહીં રહે. આવો
આતમરસ એ જ મોક્ષમાર્ગી સંતોનું ચિહ્ન છે.
✽ જેમ અલોકમાં ઝાડ નથી ઊગતા, તેમ ચેતનરસમાં રાગ
નથી ઊગતો. ચેતનસુખનો સ્વાદ લખ્યે – વાંચ્યે કે સાંભળ્યે ન
આવે, ઓળખતાં સ્વાદ આવે. વારંવાર કહેવા છતાં, હે જીવ!
આવો અનુભવ તું ક્યારે કરીશ? આટલી બધી વખત તો બાળક
પણ ન કહેવડાવે. તું અનંતજ્ઞાનનો ધણી થઈને અને જિનેશ્વરનાથનો
ઉપાસક થઈને આટલું પણ કાર્ય નથી કરતો. એ અચરજની વાત
છે! ભાઈ, આ નરભવ કાંઈ કાયમ તો નથી રહેવાનો; અત્યારે
મોક્ષસાધન નહિ કરે તો પછી ક્યારે કરીશ? કર..... કર.... કર....
આજે જ કર.
✽ જેમ મડદા સાથેની કોઈ ક્રિયા શોભે નહિ તેમ અચેતન
શરીર સાથેની કોઈ ક્રિયા ચેતનપ્રભુને શોભતી નથી. ચૈતન્યપ્રભુને
તો રત્નત્રયના ચૈતન્યશણગાર શોભે; જડ – શણગાર એને ન