૬૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
શોભે. અહા, તું તારી ચૈતન્યરાજધાનીનો રાજા છો; તારી
સ્વાનુભૂતિના વિલાસથી તારી શોભા છે.
‘‘સુખ’ તો આત્માનો ગુણ છે, આત્મામાંથી જ તેની અનુભૂતિ
થાય છે. શરીરમાંથી સ્પર્શ – રસ – ગંધ – રંગ મળશે, સુખ
એમાંથી નહિ મળે.
✽ ખાનપાન વગેરે સામગ્રી જાય છે શરીરમાં, અને ચેતન
એમ માને છે કે મને એનાથી સુખ થયું – એ તો કેવી ભ્રમણા?
ખાય કો’ક અને ભૂખ મટે કોઈક બીજાની, એ તો કેવી ભ્રમણા?
દેહમાં શું – શું ભર્યું છે તે જોઈ લે, અને તારામાં શું – શું ભર્યું
છે તે જોઈ લે.....પછી દેહ સાથે ભાઈબંધીનો વિચાર પણ તને નહિ
આવે. વિષ્ટાનો ખજાનો જેમાં ભર્યો છે એવા દેહ સાથે સંબંધ
રાખવામાં તમારું શું મહંતપણું છે? મહંતપણું તો સમ્યક્ત્વાદિ કોઈ
મહાન કાર્ય કરવાથી જ થશે. ગુણનિધાનરુપ તમારા આત્મધન વડે
તમારી મોટાઈ છે, તેને તમે ગ્રહણ કરો. તમે દરિદ્રી નથી – કે
બીજા પાસે સુખની ભીખ માંગો છો! પાપ કરી – કરીને શરીરની
જૂઠી સેવા કરો મા.....એ તમને કાંઈ સુખ આપવાનું નથી. તમારા
અનંતગુણની મહાન પ્રજાના તમે રાજા છો.....તમને તે સુખ
આપશે. માટે તે તમારા સ્વાધીન રાજપદને ભોગવો.
વિષયકષાયરુપ ચોરને તમારા રાજમાં આવવા ન દ્યો. તમારો
રાજવૈભવ કેવો અદ્ભુત છે! તે બરાબર નીહાળો.
ત મે છો મો ક્ષ મ હે લ ના મ હા રા જા