Samyak Darshan Part 7 8 (Gujarati). Moksh Mahelno Maharaja.

< Previous Page   Next Page >


Page 61 of 237
PDF/HTML Page 74 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૬૧
મોક્ષમહેલનો મહારાજા
એક મનુષ્યને જુદા જુદા ૩૬૦ ઝૂંપડા.....દરરોજ એકેક
ઝૂંપડામાં એકેક દિવસ રહે, ને બીજે દિવસે બીજા ઝૂંપડામાં જાય.
જે ઝૂંપડામાં રહેવાનું હોય તે ઝૂંપડાને વાળી – ચોળી સાફસૂફ
કરવા રોકાય; હજી પૂરું સાફ ન કરે ત્યાં તો દિવસ પૂરો થઈ જાય
ને બીજા ઝૂંપડામાં જવાનું થાય. એટલે ઝૂંપડું સાફ કરવાની મહેનત
તો નકામી ગઈ. બીજા ઝૂંપડામાં ગયો તો તે પણ ઘણા દિવસોના
કચરાથી ભરેલું હતું, તેને સાફ કરવા રોકાયો અને દિવસ વીતી
ગયો.....એ સાફસૂફ કરેલું ઝૂંપડું છોડીને ભાઈસાહેબ ચાલ્યા ત્રીજા
ઝૂંપડામાં; ત્યાં પણ એવા જ હાલ...
એ રીતે ૩૬૦ દિવસ સુધી રોજ એકેક ઝૂંપડું સાફ કરી
કરીને થાક્યો, પણ ક્યાંય શાંતિથી રહેવા ન મળ્યું. વર્ષ આખરે
પાછો પહેલા ઝૂંપડામાં આવ્યો, તો તેમાં પણ આખા વરસનો કચરો
ભેગો થઈ ગયેલો – તે સાફ કરવા માંડયો.....એમ ફરીને ચકરાવો
શરુ થયો.
ખરેખર તો તે મનુષ્ય એક રાજા હતો, અને ઉત્તમ
રાજમહેલમાં રહેનારો હતો કે જેમાં કચરો આવે જ નહિ, ઠંડી –
ગરમી પણ ન લાગે; પણ રાજા પોતાના રાજમહેલને ભૂલીને ઝૂંપડે –
ઝૂંપડે ભટકી રહ્યો છે. પોતાના રાજમહેલમાં સ્થિર થઈને રહે તો તેને
કાંઈ ઉપાધિ નથી. સૂના ઘરમાં મફતનો મજુરી કરે છે.....
તેમ મોક્ષમહેલનો વાસી આ ચૈતન્યરાજા નિજઘરને ભૂલીને
શરીરના ઝૂંપડે ઝૂંપડે ભટકી રહ્યો છે. જે શરીરમાં થોડોક કાળ
રહેવાનું થાય તેને જ પોતાનું માનીને સ્નાન – ભોજનાદિ વડે તેને
સાચવવામાં આખી જિંદગી વેડફી નાંખે છે, પણ આત્માની શાંતિ