Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 62 of 237
PDF/HTML Page 75 of 250

 

background image
૬૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
માટે વખત લેતો નથી. એક શરીરનું લાલન – પાલન કરે ત્યાં તો
આયુ પૂરું થતાં એકાએક તેને છોડીને બીજા શરીરમાં તેને જવું પડે
છે; પાછો તે બીજા શરીરને પોતાનું માનીને તેની પાછળ જીંદગી
ગુમાવે છે, ને તેને છોડીને ત્રીજા શરીરમાં ચાલ્યો જાય છે; પાછલા
શરીરોને પોષવાની મહેનત તો નકામી ગઈ.....ને શરીર બદલવાનો
ચકરાવો તો ચાલુ જ રહ્યો. (અંતે થાક્યો
!!)
કોઈ હિતેચ્છુએ તેને સમજાવ્યું – બાપુ! આ શરીર ઝૂંપડાનો
રહેવાસી તું નથી, શરીરને ખાતર જીવન ગાળ મા. તું તો
મોક્ષપુરીનો મહારાજા છો, તારો મોક્ષમહેલ તો કચરાના પ્રવેશ
વગરનો અત્યંત સુંદર છે. તેમાં સ્થિર થઈને રહે તો તને મહાન
સુખ થશે.....ને તારે કોઈ ઉપાધિ નહી રહે.
‘‘એ મોક્ષમહેલમાં કેમ જવું? તેનો રસ્તો બતાવો! હા, ચાલો
મારી સાથે! જુઓ, આ ચેતનધ્વજ ફરકી રહ્યો છે તે જ તમારો
મહેલ છે. જ્ઞાનચેતનાનો દોર પકડીને ચાલ્યા આવો. શરીર – વચન
– મન એ ત્રણે બહારના ગઢને ઓળંગીને જ્ઞાનદ્વારે અંદર પ્રવેશ
જ્ઞાન ચેતના
મોક્ષમહેલ