મૂકીને જુઓ કે મહેલમાં શું શું ભર્યું છે
અજવાળાં ફેલાવી રહ્યો છે.....શાંતિ તો એવી છે કે જરાય કોલાહલ
નથી. કર્મનો કચરો તો જરાય છે જ નહિ; અપૂર્વ સમતા સર્વત્ર
પ્રસરી રહી છે. મોક્ષમહેલમાં અનંતા સિદ્ધભગવંતોની આટલી બધી
વસ્તી, છતાં ત્યાં ક્લેશ નથી, દુઃખ નથી, કોઈ નાનું – મોટું નથી,
કોઈ અછત નથી, પરમ તૃપ્તિ છે.....બસ, મારે મારા આ
મોક્ષમહેલમાં જલ્દી પહોંચી જવું છે. આ સંસાર સાથે હવે મારે
કાંઈ સંબંધ રાખવો નથી. આ ચેતન – દેહ ઝૂંપડું રહો કે ન રહો,
અમે કાંઈ તેના રહેવાસી નથી.
વળી ઇંદ્રિયો બળહીન થશે, ઝટ સાધી લે નિજઆત્મને.
એ.....રે.....સંસારમાં નહીં રહું.....નહીં રહું.....નહીં રહું રે.
મને લાગ્યું છે સિદ્ધપદ સાર.....
મુક્તિ – મહેલમાં હું ઝટ જાઉં....ઝટ જાઉં.....ઝટ જાઉં રે...
અચેતન જડ, તે રુપે હું છું – એમ પરપદરુપે પોતાને માની –
માનીને અનંતકાળથી થાક્યો, છતાં તે પરપદરુપે થયો નહિ,
ચેતનરુપે જ રહ્યો. માટે પરપદ મુશ્કેલ છે, કોઈ રીતે પોતાનું થતુ
નથી. અરે જીવ