રત્નત્રયની સેવા કરે છે. આવા તારા નિજવૈભવના
અવલોકનમાત્રથી તું પરમેશ્વર થઈશ.
એકરસમય છે. બીજા કલુષ રસને એમાં ન ભેળવો તો ચેતનરસ
એકલો અત્યંત મધુર વીતરાગ સ્વાદવાળો છે. – આ શુદ્ધચેતના
થઈ. કર્મફળ – ચેતના અને કર્મ – ચેતના તે બંને અશુદ્ધ હોવા
છતાં તેમાં પણ ચેતના રહેલી તો છે જ. તે ચેતનાનું ચેતનાપણું
ઓળખતાં રાગાદિ પરભાવોથી નિજભાવનું ભેદજ્ઞાન થાય છે, ને
જ્ઞાતા – દ્રષ્ટાસ્વભાવી જીવ અનુભવમાં આવે છે. અહો, એ
અનુભવની શી વાત
સ્વરુપ – હાથી ઉપર આરુઢ થયો. અનુભવમાં આવું વેદન છે પણ
વિકલ્પ નથી, ભેદ નથી, વિચાર નથી.....આત્મપરિણમન જ તેવું
વર્તે છે. ત્યાં તે પરિણમતો – આત્મા પોતે જ સાધક – સાધ્ય
અભેદ છે, એનાથી બહાર સાધક કે સાધ્ય નથી.
રંગથી સમ્યક્ત્વ, શુદ્ધોપયોગ, જ્ઞાન, આનંદ વગેરે બધા
સ્વભાવભાવો ખીલી જાય છે. થોડીક પણ શુદ્ધતા પૂર્ણ શુદ્ધતાને
પ્રસિદ્ધ કરે છે; થોડોક પણ ચૈતન્યરસ પૂર્ણ ચૈતન્યસ્વભાવને પ્રસિદ્ધ
કરે છે; થોડોક પણ વીતરાગી આનંદ પૂર્ણ આનંદસ્વભાવને પ્રસિદ્ધ