Samyak Darshan Part 7 8 (Gujarati). Shri Dev Shashtra Guru Pratye Bhaktibhavna.

< Previous Page   Next Page >


Page 65 of 237
PDF/HTML Page 78 of 250

 

background image
કરે છે. સ્વભાવનો એક અંશ તેવા જ પૂર્ણ સ્વભાવને પ્રસિદ્ધ કરે છે;
કેમકે તે – તે અંશ, અંશીથી અભેદ છે. અંશી છે તો અંશ છે;
અંશી વગર અંશ કોનો
? નાનકડું જ્ઞાન, તે કાંઈ રાગનો અંશ નથી,
તે પૂર્ણજ્ઞાનનો અંશ છે, પૂર્ણજ્ઞાન જ તે રુપે પરિણમ્યું છે; રાગથી
તો તે જુદું છે. જેવી પરિણતિ થઈ તેવો આખો સ્વભાવ જાણ્યો.
અનાદિથી પરસમયરુપ થતો હતો તે હવે સ્વસમયરુપ પરિણમવા
લાગ્યો. શુદ્ધતત્ત્વનો નિશ્ચય તેની સન્મુખ થયેલા શુદ્ધોપયોગવડે થાય
છે.....તે ઉપયોગ કેવળજ્ઞાનની જાતનો છે, – અહા, કેવળજ્ઞાનનો
તે નાનો ભાઈ છે.
✽ ✽ ✽
અથ શ્રી દેવ-શાસ્ત્ર-ગુરુપ્રત્યે ભક્તિભાવના
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૬૫
અહોહો કેવળજ્ઞાનને પામેલા
દેવ! તમે મહાન સુંદર છો.....તમને
વ્યક્ત ચેતનારુપ, સર્વગુણ સમ્પન્ન
‘જાણીને’ હું તમારી સેવા કરું છું –
ભક્તિ કરું છું – આદર કરું છું.
મારા ચિત્તમાં તમારા પ્રત્યે પરમ
પ્રીતિ છે. મારું ચિત્ત આપના ગુણમા
જ લાગ્યું છે. બાહ્યમાં પણ આપની મહાન પ્રભાવના ઇચ્છું છું.
અંતરમાં આપનું ધ્યાન, વાણીમાં ગુણવર્ણન, દેહ ચેષ્ટામાં વિનય –
પ્રવર્તન, આપની આજ્ઞાનો પરમ ઉત્સાહ, જરાપણ અવજ્ઞાનો
અભાવ; આપના શુદ્ધસ્વરુપને હું મારા અનંતસુખનું પ્રતિદર્શક જાણું
છું.....મારું અનંતસુખ જોવા માટે જ હું રોજ રોજ આપના દર્શન
કરું છું. મારાં મન – વચન – તન – ધન સર્વકાર્ય આપના