Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 66 of 237
PDF/HTML Page 79 of 250

 

background image
૬૬ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
ચરણમાં જ અર્પાયેલા છે.....આ ઇન્દ્રિયઆદિ પ્રાણ તો દુઃખનાં
સાધન છે, જ્યારે આપ તો મને પરમ સુખનાં કારણ છો, તેથી આપ
મને પ્રાણથી પણ અધિક વલ્લભ છો. શુદ્ધસ્વરુપનો અભિલાષી
થઈને હું આપની ભક્તિ કરું છું.
પ્રભો! અતીન્દ્રિય થયા હોવાથી સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ એવા
આપને, સ્થૂલ જીવો ઇન્દ્રિયનો વિષય બનાવવા માગે છે.....તેઓ
આપને સાચા સ્વરુપે ક્યાંથી દેખી શકે
? પ્રભો! મેં તો ઇન્દ્રિયોને
એકકોર મૂકીને અતીન્દ્રિયજ્ઞાનથી આપનું મહાન સ્વરુપ
સાક્ષાત્કારરુપ કરી લીધું છે. મારા જ્ઞાનમાંથી આપ ક્યારેય ખસતાં
નથી. આ બાહ્યચક્ષુ આદિ ઇન્દ્રિયો નહીં હોય તો પણ હું તો
આપનો સાક્ષાત્કાર કર્યા જ કરીશ.....અને તેથી મને મારા
શુદ્ધસ્વરુપનો સાક્ષાત્કાર રહ્યા જ કરશે. કેમકે –
જે જાણતો અરહંતને ચેતનમયી શુદ્ધભાવથી,
તે જાણતો નિજાત્મને, સમ્યક્ત્વ લ્યે આનંદથી.
પ્રભો! આપની વાણી – જિનવાણી પ્રત્યે પણ મને પરમ
ઉત્સાહ આવે છે, કેમકે તે વહાલી માતા અમારા શુદ્ધસ્વરુપના
ગુણગાન સદા અમને સંભળાવ્યા કરે છે, ને શુદ્ધાત્મરસ પીવડાવી