Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 67 of 237
PDF/HTML Page 80 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૬૭
પીવડાવીને અમારું પોષણ કરે છે. બે નય વડે અમારા બે કાન
પકડીને સદાય જ્ઞાન – વૈરાગ્યમાં અમને જાગૃત રાખે છે. તે
વારંવાર સ્વરુપભાવના કરાવી – કરાવીને સંસારદુઃખથી બીવડાવે
છે ને મોહભાવોમાંથી અમારું રક્ષણ કરીને અમને મોક્ષમાર્ગમાં
સદાય ઉત્સાહિત કરે છે; મોક્ષમાર્ગ અને મોક્ષનું સ્વરુપ તે સદાય
અમને બતાવ્યા કરે છે.
અહો રત્નત્રયધારી શ્રી ગુરુ ભગવાન! ધ્યાનમગ્ન આપની
આ પરમ શાંત મુદ્રા.....વીતરાગતાથી કેવી શોભી રહી છે! તે
વચન બોલ્યા વિના પણ સાક્ષાત્ મોક્ષમાર્ગ ઉપદેશી રહી છે; આપનું
દર્શન એ સાક્ષાત મોક્ષમાર્ગનું જ દર્શન છે. આપના અંતરમાં
ભગવાન વસી રહ્યો છે, આપના શ્રીમુખમાં જિનવાણી વસી રહી
છે, અને રત્નત્રયસ્વરુપ તો સ્વયં આપ પોતે જ છો, તેથી દેવ –
ગુરુ – શાસ્ત્ર – ધર્મ બધુંય આપમાં એકમાં જ સમાઈ જાય છે.
આપ ભવભોગથી સર્વથા ઉદાસ થઈને નિજસ્વરુપની સાધનામાં જ
તત્પર છો.....વારંવાર શુદ્ધોપયોગી થઈ – થઈને જાણે સિદ્ધોના
દેશમાં જઈ આવો છો.....ને પુન: અમને તેડવા માટે પાછા આવો