૬૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
છો! પ્રભો, આપ મારા આંગણે પધારો ને હું આપને આહારદાન
દઈને આપની સાથે સાથે મોક્ષમાર્ગમાં રહું – એ મારી
ભક્તિભાવના છે.
(ઇતિ શ્રી દેવ – ગુરુ – શાસ્ત્રપ્રત્યે ભક્તિભાવના)
બળવાન ઉપયોગ આત્માને સાધે છે, રાગ નહિ.
શુભોપયોગ ત્રણ પ્રકારે – ૧. ક્રિયારુપ; ૨. ભક્તિરુપ; ૩.
ગુણગુણીભેદવિચારરુપ. તે દરેક પ્રકાર સાતિશયરુપ અને
નિરતિશયરુપ એમ બબ્બે પ્રકારનાં હોય છે : –
✍સાતિશયરુપ શુભ – ઉપયોગવાળો જીવ તો ચોક્કસ શુદ્ધતાને
સાધે છે.
✍નિરતિશય શુભઉપયોગી જીવ સાતિશય થયા વગર શુદ્ધતાને
સાધી શકતો નથી.
અહીં જૈનમાર્ગાનુસારી શુભોપયોગીની વાત લેવી છે;
કુમતઅનુયાયીને શુભ સાથે દેવ – ગુરુ – ધર્મની વિરાધના હોવાથી
તેને તો પાપની જ પ્રધાનતા છે.....એની વાત લેતા નથી.
(૧) શુભક્રિયામાં વર્તે (૨) દેવગુરુશાસ્ત્રસંબંધી ઉત્તમકાર્યોમાં
ભક્તિથી ભાગ લ્યે, અને (૩) શાસ્ત્રના અભ્યાસથી તત્ત્વના વિચાર
કરે – આત્માના વિચાર કરે, પણ તે ત્રણે પ્રકારના શુભ વિકલ્પના
રસમાં જ રોકાઈ રહે, ઉપયોગને વિકલ્પથી અધિક ન કરે,
વિકલ્પથી જુદું ચેતનસ્વરુપ લક્ષગત ન કરે, તો એવા જીવના
શુભોપયોગમાં કોઈ સાતિશયતા નથી; એવા નિરતિશય શુભભાવ
અજ્ઞાની જીવો પૂર્વે પણ કરી ચૂક્યા છે, એમાં જીવના હિતનો પ્રસંગ
નથી. સાતિશય વગરના આ શુભોપયોગમાં ‘ઉપયોગ’ બળવાન