Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 70 of 237
PDF/HTML Page 83 of 250

 

background image
૭૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
જિજ્ઞાસુને સમ્યક્ત્વની પૂર્વતૈયારી વખતે પણ હોય છે, ને સમ્યક્ત્વ
પછીના શુભોપયોગમાં પણ તે હોય છે.
સમ્યક્ત્વ પહેલાંના સાતિશય – ઉપયોગનું બળ એવું છે કે
રાગથી પોતે જુદો પડીને, તેનાથી આઘો ઊંડે – ઊંડે જઈને પોતાના
સમ્યક્સ્વભાવને તે પકડી લેશે; તે શુભરાગમાં અટકી નહીં રહે. તેને
રાગ કરતાં ઉપયોગનું બળ ક્ષણે ક્ષણે વધી રહ્યું છે. – આવું આત્મ-
બળ નિરતિશય ઉપયોગમાં નથી, તે તો રાગથી દબાઈ ગયેલ છે.
‘‘ઉપયોગ – ગુણથી અધિક તેથી જીવના નહીં ભાવ કો.’’
સર્વજ્ઞપ્રભુએ જયારે જોયું હતું ત્યારે, મારા પુરુષાર્થથી ‘‘હું
સમ્યક્ત્વ પામી આરાધક થયો’’ – તેમાં સર્વજ્ઞનું દિવ્યજ્ઞાન, મારું
સમ્યક્ પરિણમન, તેવો પુરુષાર્થ, દેશનાલબ્ધિ, કાળલબ્ધિ,
કર્મઅભાવ વગેરે નિમિત્તો, – એ બધાયે એકસાથે જ પોતપોતાનું
કામ કર્યું છે. – એ બધાનું એકસાથે જ્ઞાન કરવું જોઈએ. એકનો
સ્વીકાર ને બીજાનો નિષેધ – એમ નહિ, પ્રસંગ અનુસાર મુખ્ય –
ગૌણ ભલે થાય. (તત્ત્વાર્થ રાજવાર્તિક અ. ૧ સૂત્ર ૩ ની ટીકામાં
આ સંબંધી પ્રકરણ છે.)
જિનશાસ્ત્રોનું સમ્યક્ અવગાહન એ સ્વાનુભૂતિનું સાધક
છે. મુમુક્ષુના હાથમાં આવેલી જિનવચનરુપ તીક્ષ્ણ ધારવાળી
તલવાર, પુરુષાર્થવડે પ્રહાર કરવામાં આવતાં મોહશત્રુને છેદી નાંખે
છે. માટે હે ભવ્ય
! જિનવચનને એકલા શુભરાગનું સાધન ન
બનાવ, એમાં તો સ્વાનુભૂતિનું સાધન થવાની તાકાત છે.....માટે
સ્વાનુભૂતિનું જ સાધન બનાવ. – તો જ તું જિનવાણીનો સાચો
સેવક છો. એ જ રીતે ગુરુને અને ભગવાનને પણ વીતરાગ ભાવમાં
જ નિમિત્ત બનાવ.