સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૭૧
દેવ – શાસ્ત્ર – ગુરુની સાચી પ્રતીતિ – ઓળખાણ અવશ્ય
આત્મતત્ત્વની પ્રતીતિ કરાવીને સમ્યક્ત્વ પમાડે છે.
✽ પરદયાથી (રાગથી) વ્યવહાર ધર્મ સધાય છે, સ્વધર્મ
નહીં. સ્વદયાથી (વીતરાગતાથી) નિજધર્મ સધાય છે ને પરમસુખ
પમાય છે.
✽ નય – જ્ઞાન સાધક છે, અનેકાન્ત – પ્રમાણ સાધ્ય છે;
માટે નય વડે એકેક ધર્મને પકડીને અટકી ન જવું, અનેકાન્ત
સાધવો.
✽ આજે નિજસ્વરુપ સાધવું કઠણ છે – એમ કહીને તેની
સાધના છોડી ન દઈશ. જે ન સાધે તેને તો ત્રણેકાળે કઠિન જ છે.
જે સાધે તેને અત્યારે પણ સુગમ છે. આજે જ સાચા દિલથી સાધવા
લાગી જા.....તારે માટે આજે પણ સુગમ છે.
અરે, વેપાર – ધંધા વિષય – કષાય કરવા સુગમ, અને
સ્વરુપનો અનુભવ કરવો દુર્ગમ – એમ કહીને, સ્વરુપનો અભ્યાસ
છોડી વિષયકષાય કરતાં તને શરમ નથી આવતી? વિષય – કષાયો
ને ઘર – ધંધાનો પાપરસ છે તે છોડીને ચૈતન્યનો રસીલો થા, –
પછી જોઈ લે કે આત્માનો અનુભવ કેવો સુગમ છે!! બાપુ! એમાં
રસ લીધા વગર અનુભવ ક્યાંથી થશે? આત્માનો રસ લગાડી એની
પાછળ લાગ.....તો જરુર તને સ્વાનુભવ થશે. અનેક સંતોએ નાની
– નાની ઉંમરમાં, પ્રતિકૂળતાની વચ્ચે પણ એવો અનુભવ કર્યો છે.
તું પણ હવે કર. અત્યાર સુધી તો ભૂલ્યો પણ હવે ગુરુપ્રતાપે
જૈનધર્મ પામીને જાગ. સંસારના બીજા કામોમાં ચતુરાઈ કરે છે –
તો આત્માને સાધવાના કામમાં ચતુરાઈ કર. નવરો થઈ – થઈને
વિકથા કર્યા કરે છે તે છોડીને દિન – રાત હોંશે – હોંશે આત્માની
કથા કર....તેના અનુભવની વાર્તા સંતો પાસે જઈ – જઈને પૂછ્યા