Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 72 of 237
PDF/HTML Page 85 of 250

 

background image
૭૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
કર.....તેનો અપાર મહિમા કર્યા કર. એની પાછળ લાગીશ તો તારું
કામ જરુર થશે ને તું ભવદુઃખથી છૂટીશ.
બધા કરતાં મારું ચૈતન્યતત્ત્વ જ શ્રેષ્ઠ છે કે જે મને
સુખરસનો આસ્વાદ આપે છે. ચૈતન્યના સ્વરસનો આસ્વાદ એ જ
સ્વાનુભવ. – એ મારાથી દૂર નથી, બહાર નથી, હું જ એ સ્વાદરુપ
છું. જેમ મીઠાસ્વાદરુપ સાકર પોતે છે તેમ ચૈતન્યસ્વાદરુપ હું પોતે
છું. ‘સાકર પોતાનો મીઠો સ્વાદ લ્યે છે’ – એમ શું કહેવું? તેમ હું
મારા ચૈતન્યરસનો સ્વાદ લઉં છું – એવો ભેદ શું કહેવો
?
ચૈતન્યરસ તો હું પોતે છું. – એનો જશ સર્વે સંતોએ ગાયો છે.
અહો જીવો! સદાય એમ કરો કે જેથી આત્મા દુઃખી ન
થાય. જૈનધર્મમાં ઉત્તમ દાવ (અવસર) પામ્યા છો તો હવે સુખની
કમાણી કરી લ્યો. ક્રોધને – માનને – માયાને – લોભને, વિષયોની
ભાવનાને, બધા પરભાવોને એકકોર આઘે – આઘે મૂકી,
ચૈતન્યપ્રભુની એકદમ નજીક આવી, શાંત – શાંત ભાવે ભેદ મટાડીને
એને ભાવો. એવો ભાવો કે ભાવ્ય – ભાવક એક થઈ જાય.
નિર્વિકલ્પરસની આનંદધારા ઊછળશે ને તમે અપૂર્વ આશ્ચર્ય પામશો.
પોતાનો ચિંતામણિ પોતાના ઘરમાં પડયો છે – તેને તો ભૂલી
જાય, અને બીજાના હાથમાં રહેલા ચિંતામણિની છાયા પોતાના
હાથમાં પડે, તે છાયા વડે ઇચ્છા – સિદ્ધિ કરવા માગે તો ક્યાંથી
થાય
? તેમ આત્મા પોતાના ચૈતન્યચિંતામણિને તો ભૂલી રહ્યો છે,
ને જ્ઞાનની છાયા પરજ્ઞેયમાં પડે છે – ત્યાં પરજ્ઞેયમાં નિજભાવ
કલ્પી, તેના વડે સુખી થવા માગે – તે સુખ ક્યાંથી થાય
? પોતાના
ચિંતામણિને ચિંતવે તો સર્વસિદ્ધિ થાય.
આત્માનો પરમ પ્રેમ કરીને, અપાર અચિંત્ય મહિમા જાણતાં
ઉપયોગ આત્મસન્મુખ થયો ત્યારે સ્વાનુભવ થયો; તેમાં